જેણે જે કરવું હોય એ કરે, હું તો રામ મંદિર જરૂર જઈશ: AAP સાંસદ હરભજન સિંહ

PC: indiatoday.in

અયોધ્યામાં રામ મંદિરને લઈને રાજકીય પાર્ટીઓના અલગ અલગ વિચાર છે. આ દરમિયાન પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે કહ્યું કે, કોઈ પણ પાર્ટી જાય કે ન જાય હું જરૂર જઈશ. કોંગ્રેસ દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના નિમંત્રનો અસ્વીકાર કરવા પર કહ્યું કે, 'આ આપણું સૌભાગ્ય છે કે આપણા સમયમાં આ મંદિર બની રહ્યું છે એટલે આપણે બધાએ જઈને આશીર્વાદ લેવા જોઈએ. કોઈ પણ પાર્ટી જાય કે ન જાય હું જરૂર જઈશ.'

તેમણે એક સ્ટેપ આગળ વધતા અહી સુધી કહી દીધું કે, જો કોઈને મારા રામ મંદિર જવાથી પરેશાની છે તો જેમણે જે કરવું હોય એ કરે. હું તો જરૂર જઈશ. ઉલ્લેખનીય છે કે, હરભજન સિંહે અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થઈ રહેલા શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશવાશીઓને શુભેચ્છા આપી છે. હરભજન સિંહે કહ્યું કે, '22 જાન્યુઆરીએ હું ઇચ્છીશ કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમ સાથે જોડાય. ટીવીના માધ્યમથી હોય કે ત્યાં જઈને, લોકો રામલલાના આશીર્વાદ લે કેમ કે આ ઐતિહાસિક દિવસ છે.

હરભજન સિંહે કહ્યું કે, ભગવાન રામ બધાના છે અને તેમના જન્મસ્થળ પર મંદિર બની રહ્યું છે. એ ખૂબ મોટી વાત છે. હું અયોધ્યા જરૂર જઈશ. હું ખૂબ ધાર્મિક વ્યક્તિ છું. હું દરેક મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં પ્રાર્થના કરું છું. જ્યારે પણ અવસર મળશે હું જરૂર જઈશ. રામ મંદિર પર રાજકીય પાર્ટીઓ સમજી વિચારીને પગલું આગળ વધારી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું નિમંત્રણ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલને પણ મોકલવામાં આવ્યું છે. જો કે, તેમણે આ આયોજનમાં સામેલ થવાની ના પાડી દીધી છે.

તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તેઓ 22 જાન્યુઆરી બાદ પોતાના આખા પરિવાર સાથે અયોધ્યા જશે. તેમણે કહ્યું કે, મારા માતા-પિતા પણ અયોધ્યા જવા માગે છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ તરફથી માત્ર એક પત્ર મળ્યો છે. સુરક્ષાને ધ્યાનમાં લઈને ત્યાં 22 જાન્યુઆરીએ એક નિમંત્રણ પર માત્ર એક કે બે લોકોને જવાની મંજૂરી છે. એવામાં મેં 22 જાન્યુઆરી બાદ પોતાના આખા પરિવાર સાથે અયોધ્યા જવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp