રવનિત સિંહ બિટ્ટુમાં એવું તે શું છે કે હારવા છતા મંત્રી મંડળમાં સામેલ થયા?

લોકસભા 2024ની ચૂંટણીમાં હારેલા અને કેટલાંક જીતેલા સાંસદોને પણ નવી મોદી સરકારમાં સ્થાન મળ્યું નથી, પરંતુ એક સાંસદ એવા છે જે હારવા છતા તેમને મંત્રી પદ મળ્યું છે. પંજાબની લુધિયાણા બેઠક પરથી 20000થી વધારે મતથી હારેલા ભાજપના રવનિત સિંહ બિટ્ટુને અલ્પ સંખ્યક મામલાના રાજય મંત્રી બનાવાયા છે.

રવનિત સિંહ બિટ્ટુમાં એવું તે શું છે કે હારવા છતા ભાજપે મંત્રી પદ આપવું પડ્યું? પંજાબના રાજકારણમાં બિટ્ટુ એવો ચહેરો છે જેને ભાજપ કે કોંગ્રેસ નકારી શકે તેમ નથી. 2007માં કોંગ્રેસમાં જોડાયેલા રવનિતે માર્ચ 2024માં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા.

રવનિત સિંહ બિટ્ટુનો પરિવાર રાજકારણમાં મોટું નામ ગણાય છે અને તેમના દાદા બેઅત સિંહ પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને એક ખાલિસ્તાની હુમલામાં બિટ્ટુના દાદાનું મોત થયું હતું.

પંજાબમાં ખાલિસ્તાનીઓના વધી રહેલા પ્રભાવની સામે બિટ્ટુ જેવા ચહેરાની ભાજપને જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp