અંબરીશ ડેર અને મોઢવાડિયાને સામેલ કરવાથી ભાજપને શું ફાયદો?

PC: timesnownews.com

ગુજરાતમાં કોંગ્રેસના મોટા માથા ગણાતા અંબરીશ ડેર અને અર્જૂન મોઢવાડિયા આખે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગયા છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરી દીધું છે. હવે સવાલ એ છે કે જ્યારે ગુજરાતમાં ભાજપ છેલ્લી 2 લોકસાભા ચૂંટણીથી બધીયે 26 બેઠકો જીતતી આવી છે અને આ વખતે પણ બધી બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.ગુજરાતમાં ભાજપને કોઇ ડર નથી, તો પછી કોંગ્રેસ નેતાઓને કેમ ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યી છે?

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, ભાજપે આ વખતે કહ્યું છે કે, બધી 26 બેઠકોતો જીતવાની જ છે, પરંતુ બધી બેઠકો 5 લાખના માર્જિનથી જીતવાની છે. હવે 5 લાખના માર્જિનથી જીત મેળવવી હોય તો કોંગ્રેસના નેતાઓની જરૂર પડે. અંબરીશ ડેર રાજૂલાના પૂર્વ ધારાસભ્ય છે અને આહીર સમાજના મોટા નેતા છે. જ્યારે અર્જૂન મોઢવાડિયા તો 30 વર્ષથી કોંગ્રેસમાં હતા અને તેમનું તો આખા ગુજરાત પર વર્ચસ્વ છે. આ બંને નેતાઓની વોટબેંક મેળવવા માટે સામેલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp