વડોદરાના રાજકારણમાં શું વિવાદ છે? આખરે શું થયું?

વડોદરાના રાજકારણમાં મંગળવારે સવારે ભારે ગરમાટો આવી ગયો હતો, જો કે સાંજ થતા સુધીમાં મામલો થાળે પડી ગયો હતો. વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને ત્રીજી વખત લોકસભા માટે ટિકિટ આપી છે ત્યારથી રાજકાણમાં હોબાળો મચેલો છે. વડોદરાના ભાજપના નેતા ડો. જ્યોતિ પંડ્યાએ સૌથી પહેલા રંજન ભટ્ટને રિપીટ કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. આ બબાલ ચાલી રહી હતી તેમાં મંગળવારે વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાનું રાજીનું ઇ-મેલ પર મોકલી આપતા બળતામાં ઘી હોમાયું હતું.

કેતન ઇનામદારના રાજીનામા પછી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે તેમને ગાંધીનગર બોલાવ્યા હતા. કેતન ઇનામદાર અગાઉ પણ રાજીનામા આપવાનો ડ્રામા કરી ચૂક્યા છે. જો કે, સી. આર. પાટીલની મુલાકાત પછી તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મેં મારું રાજીનામુ પાછી ખેંચી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp