RSSના શતાબ્દિ કાર્યક્રમમાં મોહન ભાગવત અને યોગીની મુલાકાતનો મતલબ શુ છે?
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ( RSS)ની સ્થાપનાના આવતા વર્ષે એટલે કે 2025માં 100 વર્ષ પુરા થઇ રહ્યા છે. RSSની શતાબ્દિ વર્ષનો 5 દિવસનો કાર્યક્રમ ઉત્તર પ્રદેશમાં થઇ રહ્યો છે અને સંઘના વડા મોહન ભાગવત અને યોગી આદિત્ય નાથની મુલાકાત થવાની છે જેને રાજકારણની દ્રષ્ટ્રિએ મહત્ત્વની માનવામાં આવી રહી છે.
એક તરફ RSSના વડા મોહન ભાગવત સહિતના નેતાઓ જ્યારે ભાજપની ટીકા કરી રહ્યા છે એવા સમયે યોગી આદિત્યનાથ સાથેની મીટિંગ સૂચક છે. એવો સંદેશો આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે RSS તરફથી યોગીને નૈતિક સમર્થન છે અને ભવિષ્યની રાજનીતિના ચહેરા તરીકે યોગીને આગળ વધારી શકે છે.
મોહન ભાગવતે ઉત્તર પ્રદેશમા કહ્યુ કે, આપણે કંઇક મોટું કરવાનું છે, ગામે ગામ RSSને પહોંચાડવાનું છે એનો મતલબ એ છે કે 2027માં ઉત્તર વિધાનસભાની ચૂંટણી પહેલા RSS મજબુત થવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp