કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મહિલાઓ માટે શું ખાસ જાહેરાત છે?

PC: ndtv.com

લોકસભા 2024ની ચૂંટણી માટે દેશની સૌથી મોટી પાર્ટી કોંગ્રેસે શુક્રવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. જેમાં 5 ન્યાય, 25 ગેરંટી, ખેડુતો માટે MSP અને મહિલાઓ માટે અનેક જાહેરાતો કરવામાં આવી હતી.

કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે 48 પાનાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે, જેમાં આમ તો બધા વર્ગ માટે જાહેરાતો કરવામાં આવી છે, પરંતુ મહિલાઓ માટે મહાલક્ષ્મી યોજના હેઠળ દર વર્ષ 1-1 લાખ રૂપિયાની એક મહત્ત્વની જાહેરાત પણ કરવામાં આવી છે. વર્ષ 2025થી મહિલાઓને નોકરીમાં 50 ટકા અનામતની વાત પણ કોંગ્રેસના મેનિફેસ્ટોમાં કહેવામાં આવી છે.

આ ઉપરાંત અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને અન્ય પછાત વર્ગ માટે આરક્ષણની મર્યાદા 50 ટકાથી વધારીને બંધારણીય સુધારો કરવામાં આવશે. ખેડુતો માટે મીનીમમ સપોર્ટ પ્રાઇસ (MSP)નો કાયદો બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp