મધ્ય પ્રદેશમાં મોહન યાદવને CM બનાવવા પાછળ ભાજપનો ગેમ પ્લાન શું છે?

ભારતીય જનતા પાર્ટી બધાને ચોંકાવવા માટે જાણીતી છે. મીડિયા કે રાજકીય વિશ્લેષકોની ધારણાઓ અનેક વખત ભાજપે ઉંધી પાડી દીધી છે. મધ્ય પ્રદેશમાં પણ એવું જ બન્યું. જે નામની બિલુકલ ચર્ચા નહોતી ચાલતી તેવા મોહન યાદવને મધ્ય પ્રદેશની મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા. ડેપ્યુટી CM તરીકે જગદીસ દેવડા અને રાજેન્દ્ર શુક્લની પસંદગી કરવામાં આવી. પરંતુ આ ત્રણેયની પસંદગી પાછળ ભાજપનો આખો ગેમ પ્લાન હતો. ભાજપે એક સાથે અનેક નિશાન સાધી દીધા છે.

મધ્ય પ્રદેશની ભૂગોળ અને જાતીવાદના સમીકરણના માધ્યમથી ભાજપે 2024 લોકસભાની ચૂંટણીનો પાયો મજબુત કરવાની કોશિશ કરી છે.

એક દિવસ પહેલા ભાજપે છત્તીસગઢમાં આદિવાસી ચહેરાને પસંદ કરીને અનુસુચિત જનજાતિને ખુશ કરી દીધી છે જ્યારે મધ્ય પ્રદેશમાં યાદવને કમાન સોંપવામાં આવી છે. ડેપ્યુટી CM જગદીશ દેવડા SC સમાજમાંથી આવે છે અને રાજેન્દ્ર શુક્લ સામાન્ય વર્ગમાંથી આવે છે. ભાજપે ત્રણેય સમાજને સાચવી લીધા છે.

ભાજપે એક મેસેજ પણ આપ્યો છે કે સંગઠન પ્રત્યે જે વફાદાર હોય છે તેમને ગમે ત્યારે મોટા પદ પર તક મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp