માર્કેટમાં મોદી પિચકારી આવતા કોંગ્રેસી થયા લાલચોળ, કોંગ્રેસના પ્રવક્તા કહે-BJP..

PC: aajtak.in

હોળીના તહેવારના અવસર પર આ વખત માર્કેટમાં આવેલી મોદીની તસવીરોવાળી પિચકારીથી શહેરોના રસ્તાઓ પર રંગ વરસવાનો છે અને મતદાતા આ રંગમાં ભીના નજરે પડશે. ઓછામાં ઓછી શહેરની દુકાનોમાં સજેલી મોદીની તસવીરોવાળી ભારતીય જનતા પાર્ટી (BJP)ની આ પિચકારીઓ તો એ વાત તરફ ઈશારો કરી રહી છે, જેને જોઈને હવે કોંગ્રેસના ચહેરા પર હોળીનો જ લાલ રંગ ગુસ્સાના રૂપમાં જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ ભાજપે દરેક મતદાતાના ઘર સુધી પહોંચવા માટે અલગ અલગ રીતેના અભિયાન ચલાવવાના શરૂ કરી દીધા છે.

હોળીનો તહેવાર પણ તેનાથી દૂર નજરે પડી રહ્યો નથી, કેમ કે હોળીના તહેવારમાં રંગ વરસાવવા માટે ઉપયોગ થનારી પિચકારીઓ પર ભાજપનો રંગ નજરે પડી રહ્યો છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં અલગ અલગ સ્થળ પર પિચકારીઓની દુકાન સજી ગઈ છે, પરંતુ આ વખત આ દુકાનો પર એક ખાસ પિચકારી પણ જોવા મળી રહી છે. આ પિચકારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લાગેલી છે અને કમળના ફૂલ સાથે જ ભાજપ લખેલું છે. આ પિચકારી શહેરની દુકાનો પર જોઈને કોંગ્રેસીઓના ચહેરા લાલચોળ થઈ રહ્યા છે.

કોંગ્રેસના પ્રવક્તા આર.પી. સિંહનું કહેવું છે કે, ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટની સરકાર છે અને બ્રાન્ડિંગની સરકાર છે, તેનું જન સરકારો સાથે કોઈ લેવું દેવું નથી. શું જે પિચકારીઓ અને અન્ય સામગ્રીઓ અપર મોદીની તસવીર આવી રહી છે, તેનો બધો ખર્ચ મોદી અને ભારતીય જનતા પાર્ટીના ખાતામાં નાખી દીધો છે? તેની સાથે જ કોંગ્રેસ પ્રવક્તાએ મોટી વાત કહેતા કહ્યું કે, ઓછામાં ઓછી કોંગ્રેસી કાર્યકર્તા તો મોદીવાળી પિચકારી નહીં ખરીદે, એ હોળી મનાવે કે ન મનાવે. બજારમાં વેચાઈ રહેલી પિચકારી તો નજરે આવી રહી છે, પરંતુ કોંગ્રેસની એક પણ પિચકારી બજારમાં દેખાઈ રહી નથી.

તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીરવાળી પિચકારીયો પણ લોકોને ખૂબ ભાવી રહી છે.આ વખત બે વેરાયટીમાં પિચકારી આવી છે, જેમાં એક સિંગલ મોદી-યોગીની પિચકારી છે, તો બીજી ડબલ ટેન્કવાળી મોદી-યોગીની પિચકારી છે. એ વાતથી અંદાજો લગાવી શકાય છે કે ભાજપ તહેવારના સમયે પણ મતદાતાઓ વચ્ચે પહોંચ માટે કેટલી સક્રિય નજરે પડી રહી છે. તો કોંગ્રેસ બજારમાં ભાજપની પિચકારી જોઈને છાતી જ ઠોકી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp