શું હસીનાને હટાવવામાં અમેરિકાનો હાથ હતો? વ્હાઇટ હાઉસે આપ્યો જવાબ

PC: whitehouse.gov

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન કરાવવામાં વાસ્તવમાં શું અમેરિકાનો હાથ છે? આખી દુનિયા જાણવા ઇચ્છે છે. હવે અમેરિકા તરફથી પણ તેના પર પોતાનું મંતવ્ય સ્પષ્ટ કર્યું છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કરિન જીન પિયરેએ કહ્યું કે, શેખ હસીનાને બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી હટાવવામાં અમેરિકાની કોઇ ભૂમિકા નથી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશના તાજેતરના ઘટનાક્રમમાં અમેરિકન સરકારનો હાથ હોવા સાથે જોડાયેલો રિપોર્ટ કે અફવાઓ સાચી નથી. એ પૂરી રીતે ખોટા છે.

તેમણે આગળ કહ્યું કે, આ બાંગ્લાદેશના લોકો દ્વારા બાંગ્લાદેશના લોકો માટે ચોઇસ છે. અમારું માનવું છે કે બાંગ્લાદેશના લોકોએ બાંગ્લાદેશ સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઇએ અને એજ અમારું સ્ટેન્ડ છે. આ બાબતે કોઇ પણ આરોપ પર અમે કહીશું કે એ સાચું નથી. એક અન્ય સવાલના જવાબમાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે, તેઓ બાંગ્લાદેશની સ્થિતિને મોનિટર કરી રહ્યા છે. જ્યારે પણ કોઇ પ્રકારના માનવાધિકારની વાત આવે છે, તો રાષ્ટ્રપતિ પ્રમુખતાથી પબ્લિક અને પ્રાઇવેટમાં પોતાની વાત રાખે છે.

શેખ હસીનાએ 5 ઑગસ્ટે બાંગ્લાદેશ છોડ્યા બાદ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમના સંદર્ભે દાવો કરવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશમાં થયેલા હોબાળા પાછળ અમેરિકાનો હાથ છે. તેમણે અમેરિકા પર આરોપ લગાવ્યો કે, તે બાંગ્લાદેશના સેંટ માર્ટિન દ્વીપ પર મિલિટ્રી બેઝ બનાવવા માગતુ હતું, પરંતુ તેની મંજૂરી ન આપવામાં આવી. આ કારણે અમેરિકાએ હોબાળો કરાવી દીધો. જો કે, શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે એવા રિપોર્ટ્સનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન તરફથી દેશ છોડ્યા બાદ કોઇ નિવેદન આપ્યું નથી.

ઢાકા ટ્રિબ્યૂનના રિપોર્ટ મુજબ શેખ હસીના અને 6 લોકો વિરુદ્ધ એક દુકાનદાર અબુ સૈયદની હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે. અબુ સૈયદ ઢાકાના મોહમ્મદપુર એરિયામાં પોલીસ ફાયરિંગમાં 19 જુલાઇએ માર્યો ગયો હતો. જે લોકો વિરુદ્ધ કેસ નોંધાયો છે તેમાં આવામી લીગના જનરલ સેક્રેટરી ઓબેદુલ કાદર, પૂર્વ ગૃહ મંત્રી અસદુજ્જમાં ખાન કમાલ, પૂર્વ IGP ચૌધરી અબ્દુલ્લા અલ મામૂન, પૂર્વ DB ચીફ હારુનોર રશીદ, પૂર્વ DMP જોઇન્ટ કમિશનર સંયુક્ત કમિશનર બિપ્લવ કુમાર સરકાર સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp