લોકસભામાં સાંસદો કંઈ સીટ પર બેસશે તે કોણ નક્કી કરે?

PC: indiatoday.in

તમે ઘણી વખત ટીવી પર લોકસભા જોતા હશો તો તમને સવાલ થતો હશે કે આ બધા સાંસદો ક્યાં બેસશે તે કોણ નક્કી કરતું હશે? ભાજપ- કોંગ્રેસના સાંસદો અલગ અલગ બેસતા હશે?

લોકસભામાં કયા સાંસદ ક્યાં બેસશે એ પહેલેથી નક્કી હોય છે.નક્કી કરેલી સીટ પર જ સાસંદે બેસવાનું હોય છે અને આ બધું લોકસભાના સ્પીકર નક્કી કરે છે.સ્પીકરની જમણી બાજુએ સત્તાધારી પાર્ટીના સાંસદો બેસે અને ડાબી બાજુએ વિપક્ષના સાંસદો બેસે. અત્યારે જમણી બાજુ ભાજપના સાસંદો અને ડાબી બાજુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષ. સ્પીકરની ડાબી બાજુએ એક સીટ ડેપ્યુટી સ્પીકર માટે હોય છે અને ડેપ્યુટી સ્પીકરની બાજુમાં વિપક્ષના ફ્લોર લીડર બેસે છે. જો કોઇ પાર્ટીના 5થી વધારે સાંસદો હોય તો અલગ વ્યવસ્થા અને ઓછા હોય તો અલગ વ્યવસ્થા રાખવામા આવે છે. અપક્ષ સાંસદ માટે પણ અલગ વ્યવસ્થા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp