મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનનો ચહેરો મનોજ જરાંગે કોણ છે?

PC: twitter.com

મહારાષ્ટ્રમાં અત્યારે મરાઠા અનામત આંદોલને ભારે જોર પકડ્યું છે અને સરકાર પણ ટેન્શનમાં આવી ગઇ છે. મરાઠા સમાજ માટે આંદોલન કરનારા નેતા મનોજ જરાંગે કોણ છે? એ વિશે ઘણા લોકો જાણવા માંગે છે, તો મનોજ જરાંગે વિશે જાણકારી આપીશું.

મનોજ જરાંગે 41 વર્ષના છે અને મહારાષ્ટ્રના બિડના રહેવાસી છે, પરંતુ તેઓ જાલનામાં એક હોટલમાં કામ કરે છે. તેઓ મરાઠા અનામતની માંગ સાથે ભુખ હડતાળ પર બેઠા છે. મનોજ માત્ર 12 ધોરણ સુધી ભણ્યા છે અને શરૂઆતમાં પોતાની રાજકીય કારકિર્દી તેમણે કોંગ્રેસ સાથે શરૂ કરી હતી. એ પછી તેમણે મરાઠા સમાજ માટે શિવબા સંગઠન બનાવ્યું.

વર્ષ 2011 થી અત્યાર સુધીમાં મનોજ જરાંગે 34 વખત આંદોલન કરી ચૂક્યા છે. એવું કહેવાય છે કે મરાઠા આંદોલન ચલાવવા ફંડની જરૂરિયાત માટે તેમણે પોતાની જમીન વેચીને ફંડ ઉભું કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp