માયાવતી કંઈ તરફ છે, લોકસભા ચૂંટણીમાં કોને નુકસાન પહોંચાડશે?

PC: twitter.com

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપમાં કેન્દ્રમાં સત્તાથી દુર રાખવા માટે દેશની વિપક્ષી પાર્ટીઓએ ભેગા થઇને ગઠબંધન બનાવ્યું છે અ ગઠબંધનને INDIA ગઠબંધન નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં ગઠબંધનની 4થી બેઠક દિલ્હીમાં મળી હતી. લોકોના મનમાં એ સવાલ છે કે આ ગઠબંધન PM મોદીને સત્તાંમાં આવતા અટકાવી શકશે? એક બીજાથી વિરુદ્ધ દિશામાં ચાલતા આ પક્ષો એકતા બતાવી શકશે?

INDIA ગઠબંધન સાથે જોડાયેલી શિવસેના (UT)ના સમાચાર પત્ર સામનામાં લખવામાં આવ્યું હતું કે ઝાઝા રસોઇયાઓ રસોઇ બગાડી શકે છે. ગઠબંધન હજુ સુધી એક સુકાની શોધી શકી નથી.

INDIA ગઠબંધનની ચોથી બેઠકમાં સપા નેતા અખિલેશ યાદવે કહ્યુ હતું કે, કોંગ્રેસ એ વાતની સ્પષ્ટતા કરી દે કે બહુજન સમાજ પાર્ટી ગઠબંધનમાં જોડાશે? જો બસપા ગઠબંધનમાં જોડાશે તો સમાજવાદી પાર્ટી ગઠબંધનમાંથી બહાર થઇ જશે. એ પછી બસપાના સુપ્રીમો માયાવતીએ નિવેદન આપ્યું હતું કે, આવી વાત કહેવી યોગ્ય નથી, કારણકે રાજકારણમાં ક્યારે કોની જરૂર પડી જાય એ કોઇને ખબર હોતી નથી. રાજકારણમાં કોઇ કોઇનું કાયમી દોસ્ત કે કોઇ કોઇનું કાયમી દુશ્મન હોતું નથી. જયાં જરૂર પડે ત્યાં બધા પોતાનો લાભ શોધી લેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp