રૂપાલા અને જયરાજ સિંહને પડકાર ફેંકનાર પદ્મિનીબા કોણ છે?

PC: abplive.com

ગુજરાતના રાજકારણમાં અત્યાર સૌથી સળગતો મુદ્દો પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેની ટીપ્પણીનો છે. રૂપાલાના નિવેદનને કારણે રાજપૂત સમાજના લાગણી ઘવાઇ છે અને ભારે હોબાળો મચેલો છે. એવા સમયે એક ક્ષત્રિય મહિલા જબરદસ્ત ચર્ચામાં આવી ગયા છે અને હજુ 2 જ મહિના પહેલા જ આ મહિલા ભાજપમાં જોડાયા હતા. તેમણે રૂપાલા અને જયરાજ સિંહને પડકાર ફેંક્યો છે. આ પડકાર ફેંકનાર મહિલાનું નામ પદ્મિનીબા છે અને તેઓ તેમના નિવેદનને કારણે ચર્ચામાં છે.પદ્મિનીબા કોણ છે? એ વિશે અમે તમને માહિતી આપીશું.

ફેબ્રુઆરી 2024માં 300 બહેનો સાથે ભાજપમાં જોડાયેલા પદ્મિનીબાએ રૂપાલા અને જયરાજસિંહ સામે રણશીંગુ ફંક્યું છે. ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તાજેતરની એક સભામાં નિવેદન કર્યું હતું જેને કારણે રાજપૂત સમાજ સખત ગુસ્સામાં છે.પદ્મિનીબા પણ આ વિવાદમાં કુદી પડ્યા છે અને તેમણે કહ્યું છે કે, રાજપૂત બહેનોનું અપમાન કોઇ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. તેમણે કહ્યું કે, ભાજપના નેતાઓએ સમાજને મળવું હશે તો પહેલાં પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ કરવી પડશે, એ પછી જ મુલાકાત શક્ય બનશે. રૂપાલાની ટિકીટ રદ કરીને કોઇ અન્ય ઉમેદવારને આપવી પડશે.

પદ્મિમીની બાએ કહ્યું છે કે, શુક્રવારે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની હાજરીમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચે બેઠક થઇ અને તેમાં જયરાજસિંહે કહ્યું કે, રૂપાલાએ માફી માંગી લીધી છે અને આ વિવાદ અહીં પુરો થયો છે. તો પદ્મિનીબાએ કહ્યું કે આ માફી અમને મંજૂર નથી.પદ્મિનીબાએ કહ્યું કે,રાજકારણ સમાજમાં ફાંટા પડાવે છે.

હવે વાત કરીએ કે પદ્મિનીબા કોણ છે? તો પદ્મિની છેલ્લાં 5 વર્ષથી ગુજરાત રાજપૂત મહિલા કરણી સેનના અધ્યક્ષ છે. તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે. તેમના પતિ એક બિઝનેસમેન છે અને તેમને બે દીકરા છે, જેમના નામ સત્યજિતસિંહ વાળા અને પૂર્વરાજ સિંહ વાળા. તેઓ રાજશક્તિ મહિલા મંડળના 10 વર્ષથી પ્રમુખ છે.

રાજકોટના લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક સપ્તાહ પહેલાં રાજકોટની સભામાં એવું નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજાઓ અંગ્રેજોની સામે નમી ગયા હતા અને રોટી-બેટીના વ્યવહાર કર્યા હતા. આ નિવેદનથી રાજપૂત સમાજ ધૂંઆફુંઆ થયેલો છે અને રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ પર અડીને બેઠો છે. શનિવારે સવારે કરણી સેનાનાન ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દેતા વિવાદ વધારે વકર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp