સિક્કિમ વિધાનસભા ચૂંટણીમાં BJP-કોંગ્રેસને 0 સીટ, એકલે હાથે જીતનારા પ્રેમ કોણ છે?

PC: facebook.com/cmpsgolay

સિક્કિમમાં 19 એપ્રિલે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થયું હતું, જેના પરિણામો આજે એટલે કે 2 જૂને જાહેર થયા તો તેમાં સિક્કીમ ક્રાતિંકારી મોર્ચાએ 32 બેઠકો પર 31 બેઠકો પર જીત મેળવીને બધી પાર્ટીઓનો સુપડા સાફ કરીને પ્રચંડ બહુમતી મેળવી લીધી છે. માત્ર એક જ બેઠક સિક્કિમ ડેમોક્રેટિંક ફ્રન્ટ (SDF)ને મળી છે. ભાજપ કે કોંગ્રેસનું ખાતું ખુલ્યું નથી.

SKM સિક્કિમમાં ફરી સરકાર બનાવશે. વિધાનસભાની ચૂંટણીમાં જીતનો પરચમ લહેવારનારા SKMના પ્રેમ સિંહ તમાંગ કોણ છે? એના વિશે તમને જાણકારી આપીશું.

પ્રેમ સિંહ તમાંગ સિક્કિમના મુખ્યમંત્રી હતા અને 19 એપ્રિલે થયેલી ચૂંટણી તેઓ રેનોક અને સૌરેંગ-ચાકુંગ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. આ બંને બેઠકો પરથી તેઓ જીતી ગયા છે.પ્રેમ સિંહની પત્ની કૃષ્ણા કુમારી પણ ચૂંટણી જીતી ગયા છે.

સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (SDF)ના તેનઝિંગ નોર્બુ લામ્થાએ તેમના નજીકના હરીફ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના કુંગા નીમા લેપ્ચાને 1314 મતોના માર્જિનથી હરાવ્યા. SDFને 32માંથી માત્ર એક બેઠક પર જ જીત મળી છે.

સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM) ના પ્રમુખ પીએસ ગોલે ઉર્ફે પ્રેમ સિંહ તમંગે 24 વર્ષથી વધુ સમય સુધી સત્તામાં રહ્યા બાદ રાજ્યમાં 17 બેઠકો મેળવીને 2019માં ચામલિંગ સરકારને સત્તા પરથી હટાવી દીધી હતી. આ વખતે તેઓ 32માંથી 31 બેઠકો જીતી ગયા છે.

ચામલિંગની આગેવાની હેઠળના SDFના સ્થાપક સભ્ય પ્રેમ સિંહ તમંગે 2013માં પૂર્વ મુખ્યમંત્રી વિરુદ્ધ બળવો કરીને સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટની રચના કરી હતી. તેમણે SDF પર ભ્રષ્ટાચાર અને ખરાબ શાસનનો આરોપ લગાવ્યો હતો. SKMની રચનાના બીજા જ વર્ષે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં SKMએ 10 બેઠકો જીતી હતી.

પ્રેમ સિંહ તમંગનો જન્મ 5 ફેબ્રુઆરી 1968ના રોજ થયો હતો, નેપાળી ભાષી માતા-પિતા કાલુ સિંહ તમંગ અને ધન માયા તમંગના પુત્ર છે. તેમણે દાર્જિલિંગની એક કોલેજમાંથી બીએ કર્યું અને સરકારી શાળામાં શિક્ષક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.

તમંગે સામાજિક સેવા માટે ત્રણ વર્ષ સેવા કર્યા બાદ સરકારી નોકરી છોડી અને પછી SDFમાં જોડાયા હતા. ત્રણ દાયકાની તેમની રાજકીય સફર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તેઓ 1994 થી સતત પાંચ વખત સિક્કિમ વિધાનસભા માટે ચૂંટાયા હતા. તેમણે 2009 સુધી SDF સરકારમાં મંત્રી તરીકે કામ કર્યુ હતું.

SDF સરકારના ચોથા કાર્યકાળ દરમિયાન (2009-14), ચામલિંગે તેમને મંત્રી પદ આપવાનો ઇનકાર કર્યો હતો. આ પછી તમંગે પાર્ટી છોડી અને પોતાની પાર્ટી બનાવી. તેમણે SDFના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અને SKM ચીફ તરીકેનો ચાર્જ સંભાળ્યો.

2016 માં, તમંગને 1994 અને 1999 ની વચ્ચે સરકારી ભંડોળની ઉચાપત કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિધાનસભામાં તેમનું સભ્યપદ સમાપ્ત કરી દેવામાં આવ્યું હતું.

પ્રેમ સિંહ તમંગ રાજ્યના પહેલા એવા રાજનેતા હતા જેમને દોષિત ઠેરવ્યા બાદ વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

પ્રેમ સિંહે આ નિર્ણયને સિક્કિમ હાઈકોર્ટમાં પડકાર્યો હતો, જેણે નિર્ણયને યથાવત રાખતા ગોલેને આત્મસમર્પણ કરવાની ફરજ પાડી હતી. 2018માં જ્યારે તમંગ જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના હજારો સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું અને તેમના નેતા સાથે સરઘસ કાઢ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp