રાજસ્થાનનો 26 વર્ષનો યુવાન કોણ છે? જેણે ભાજપને ટેન્શનમાં લાવી દીધી છે

PC: jagran.com

રાજસ્થાનના રાજકારણમાં અત્યારે એક 26 વર્ષના યુવાનની જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપેલી તો આ યુવાને અપક્ષ ચૂંટણી લડેલી અને જીતેલી અને હવે અપક્ષ તરીકે લોકસભા 2024ની ચૂંટણીમાં ફોર્મ ભર્યું છે. આ યુવાને જ્યારે લોકસભાનું ફોર્મ ભર્યું ત્યારે જે ભીડ એકઠી થઇ હતી તે જોઇને ભાજપની ઉંઘ હરામ થઇ ગઇ છે.રાજસ્થાનમાં ભધી 25 બેઠકો જીતવાનો દાવો કરનાર ભાજપ ટેન્શનમાં આવી ગઇ છે.

આ યુવાનનું નામ રવિન્દ્ર સિંહ ભાટી છે અને તેમનો જન્મ બાડમેરના એક નાનકડા ગામ દુધેડામાં થયો હતો. ભાટી જ્યારે કોલેજમાં હતા ત્યારે ABVPના સભ્ય બનીને રાજકારણમાં એન્ટ્રી કરી હતી. પરંતુ જ્યારે ABVPએ ટિકિટ ન આપી તો વિદ્યાર્થી સંઘની ચૂંટણી અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા જે યુનિવર્સિટીન 57 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું. એ પછી 2023માં ભાજપમાં જોડાયા હતા, પરંતુ 2023ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહીં આપતા ભાટી શિવ વિધાનસભા બેઠક પરથી અપક્ષ લડ્યા હતા. તાજેતરમાં તેઓ અમદાવાદ અને સુરતની મુલાકાતે ફણ આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp