જમ્મુ-કાશ્મીરમાં એક બેઠક જીતનારા AAPના ઉમેદવાર કોણ છે? 29000ની છે સંપત્તિ

PC: timelinedaily.com

જમ્મુ-કાશ્મીરમાં ભલે નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન જીત્યું હોય, પરંતુ આમ આદમી પાર્ટીએ 1 બેઠક જીતીને જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી કરી દીધી છે.આમ આદમી પાર્ટીએ કુલ 7 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, તેમાંથી ડોડા વિધાનસભા બેઠક પરથી મહેરાજ મલિક વિધાનસભા જીત્યા છે. દિલ્હી, પંજાબમાં સરકાર બનાવ્યા પછી ગયા વર્ષે AAPને નેશનલ પાર્ટી જાહેર કરવામાં આવી હતી. ગુજરાત અને ગોવામાં પણ AAPના ધારાસભ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં જીતનારા મહેરાજ મલિક વિશે જાણકારી આપીશું. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં જ્યારે મલિકે નોમિનેશન ફાઇલ કર્યું હતું, તેમાં તેમની સંપત્તિ માત્ર 29,000 રૂપિયા બતાવવામાં આવી છે અને તેમણે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કર્યો છે.

મલિક 2024માં લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. 2021માં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી જીત્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp