હરિયાણામાં મુખ્યમંત્રી પદની રેસમાં કોણ સૌથી આગળ છે?
હરિયાણામાં 8 ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે, પરંતુ એ પહેલાં જાહેર થયેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સરકાર બનાવે તેવું ચિત્ર ઉભું થયું છે. હરિયાણામાં 90 વિધાનસભા બેઠક છે અને બહુમતી માટે 46 બેઠકો જીતવી જરૂરી છે.
એક્ઝિટ પોલ દર વખતે સાચ જ પડે તેવું હોતું નથી, પરંતુ હરિયાણામાં કોંગ્રેસના 5 નેતા મુખ્યમંત્રી પદની રેસમાં છે.CMની રેસમાં સૌથી આગળ ભૂપેન્દ્ર હુડ્ડા છે, જેઓ 2 વખત મુખ્યમંત્રી બની ચૂક્યા છે અને દિગ્ગજ નેતા છે. બીજું નામ કુમારી સૈલજાનું છે, જેઓ સિરસાથી સાંસદ છે અને ગાંધી પરિવારની નજીક છે. ત્રીજું નામ ભુપેન્દ્ર હુડ્ડાના પુત્ર દિપેન્દ્રનું છે, ચોથું નામ રણદીપ સુરજેવાલાનું છે અને પાંચમું નામ ઉદયભાનનું છે. કુમારી સૈલજા અને ઉદયભાન દલિત ચહેરા છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp