ગુજરાત કોંગ્રેસમાં લગ્નનો ઘોડો કોણ છે? રાહુલના નિવેદન પછી ચર્ચા જોરમાં
રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે એક વાત કરી હતી કે કોંગ્રેસમાં બે ઘોડા છે, એક રેસનો ઘોડો અને બીજો લગ્નનો. અત્યાર સુધી લગ્નનો ઘોડો રેસમાં અને રેસનો લગ્નમાં દોડતો હતો, પરંતુ હવે એવું નહીં થાય રેસનો ઘોડો રેસમાં જ દોડશે. આ નિવેદન પછી એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ગુજરાત કોંગ્રેસમાં લગ્નનો અને રેસનો ઘોડો કોણ છે?
કોંગ્રેસ નેતા શક્તિસિંહે કહ્યુ કે, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપવું એવુ કહેવાનો રાહુલ ગાંધીનો હેતુ હતો. તો જગદીશ ઠાકોરે કહ્યું કે, કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવાનો રાહુલનો સંકેત હતો. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલે કહ્યું કે, રાહુલના નિવેદનનો મતલબ એ છે કે તેમને કોંગ્રેસ નેતા અને કાર્યકરો પર ભરોસો નથી.
ભાજપના સહ પ્રવક્તા જયરાજ સિંહ પરમારે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસમાં 20 વર્ષથી એક ના એક જ ઘોડા છે જે બધી ચૂંટણીઓ લડ્યા કરે છે. હવે એમના ચહેરા જોઇને લોકો પણ કંટાળી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp