ભાજપની પહેલી યાદીમાં જાહેર થયેલા એક માત્ર મુસ્લિમ ઉમેદવાર કોણ છે?

PC: twitter.com

લોકસભા 2024ની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ શનિવારે મોડી સાંજે 195 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમાં એક માત્ર મુસ્લિમ ઉમેદવારનું નામ છે. એમનું નામ છે ડોકટર અબ્દુલ સલામ. ડોકટર સલામને કેરળના મલપ્પુરમથી ભાજપે ટિકીટ આપી છે.

ભાજપના મહાસચિવ વિનોદ તાયડેએ શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશાનો 195 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં એક નામ મુસ્લિમ ઉમેદવારનું પણ છે. ભાજપે જેમની ટિકીટ આપી છે તેવા મુસ્લિમ ઉમેદવાર ડોકટર અબ્દુલ સલામ કોણ છે? તેના વિશે માહિતી મેળવીશું.

વર્ષ 2021માં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં અબ્દુલ સલામ મલપ્પુરમ જિલ્લાની તિરુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તે વખતે તેમને માત્ર 9000 વોટ મળ્યા હતા અને તેઓ ત્રીજા નંબર પર રહ્યા હતા. તિરુર વિધાનસભા બેઠક પરથી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)ના ઉમેદવાર કુરુકોલી મોઇદદ્દીન ચૂંટણી જીત્યા હતા. બીજા નંબર પર લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ પાર્ટીના ગફૂર લિલિસ રહ્યા હતા. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર ડો. અબ્દુલ સલામ પર વિશ્વાસ મુકીને તેમને લોકસભા 2024ની ચૂંટણીમાં મલપ્પુરમથી ઉતાર્યા છે.

68 વર્ષની વયે પહોંચેલા ડો. અબ્દુલ સલામ વર્ષ 2011થી 2015સુધી કાલીકટ યુનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે. તેમણે પીએચડી કર્યું છે અને એક શિક્ષણશાસ્ત્રી તરીકેનો તેમનો પ્રથમ પરિચય વર્ણવે છે. My Neta.Info અનુસાર, 2021માં અબ્દુલ સલામ દ્વારા દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં તેણે 6 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી હતી.

ડોકટર અબ્દુલ સલામ જ્યારે કુલપતિ હતા ત્યારે તેમનું નોમિનેશન યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) દ્વારા કરવામાં આવ્યું હતું. જેની પર કોંગ્રેસની પકડ છે.જોકે, પદ પરથી નિવૃત્ત થયા બાદ તેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા.

મલપ્પુરમ લોકસભા સીટની વાત કરીએ તો અહીંથી વર્ષ 2019માં IUMLના એમપી કુન્હાલીકુટ્ટી જીત્યા હતા. પરંતુ એ પછી કુન્હાલીકુટ્ટીએ વર્ષ 2021માં વિધાનસભાની ચૂંટણી લડી, જીતી અને પછી સાંસદ પદેથી રાજીનામું આપી દીધું હતું. કુન્હાલીકુટ્ટીની ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી થઇ અને તેમાં IUMLના અબ્દુસમદ સમાદની ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા. બીજા નંબર પર CPI (M)ના ઉમેદવાર રહ્યા હતા જ્યે ત્રીજા નંબર પર ભાજપના એ પી અબ્દુલ્લાકુટ્ટી રહ્યા હતા. તેમને માત્ર 6 ટકા જ વોટ મળ્યા હતા. એટલે ભાજપે આ વખતે ડોકટર અબ્દુલ સલામને લોકસભાની ટિકીટ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp