મોદી સરકારની ત્રીજી ઇનિંગમાં કોણ કોણ મંત્રી તરીકે શપથ લેશે?

ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ શુક્રવારે NDAને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું છે અને 9 જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. રવિવારે રાત્રે 7-45 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથ કાર્યક્રમ થવાનો છે. પ્રધાનમંત્રી મોદી સાથે કેટલાંક મંત્રીઓ પણ શપથ લઇ શકે છે.

લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી નથી એટલે સહયોગી પાર્ટીઓ સાથે સરકાર બનાવવી પડી છે.આ વખતે ભાજપ કોટામાંથી મંત્રીઓ કપાશે.

જાણવા મળેલી વિગત મુજબ રાજનાથ, અમિત શાહ, એસ.જયશંકર, પીયુષ ગોયલ, હરદીપસિંહ પુરી, અનુરાગ ઠાકુર, અર્જૂનરામ મેઘવાલ, પ્રહલાદ જોશી, મનસુખ માંડવિયા PM સાથે શપથ લઇ શકે છે.આ ઉપરાંત LJPના ચિરાગ પાસવાન, HAMના જિતીન માંઝી, અપના દળના અનુપ્રિયા પટેલ પણ શપથ લઇ શકે છે. TDP અને JDUના નેતાઓ પણ સામેલ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp