કોણ મોટું મન રાખશે? ભાજપ કે ક્ષત્રિય સમાજ? રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો

PC: hindustantimes.com

છેલ્લાં 13 દિવસથી પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે અને ઉકેલનો કોઇ માર્ગ દેખાતો નથી. બીજી તરફ ગુરુવારે દિલ્હીથી પાછા ફરેલા રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે. મતલબ કે રૂપાલાને ભાજપ હટાવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.

ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ શુક્રવારે રાજકોટમાં આશાપુરા માતાના દર્શન કરીને ફરીથી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા છે કે, 13 દિવસથી ચાલી રહેલા વિવાદોમાં કોણ મોટું મન રાખશે? ભાજપ મોટું મન રાખીને રૂપાલાને હટાવીને ક્ષત્રિયોની લાગણી સાચવી રાખશે? કે પછી ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપીને વિવાદનો અંત લાવશે?

બીજી તરફ રાજકોટમાં રૂપાલા અને મોદી સાથેની તસ્વીરોના બેનર લગાડવામાં આવ્યા હતા, જે ચૂંટણી પંચે ઉતારી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp