રાજસ્થાનમાં કોણ સરકાર બનાવશે? આ 3 ગણિતથી સમજો, પરંપરા તૂટશે કે જળવાશે?

PC: facebook.com/VasundharaRajeOfficial

રાજસ્થાનમાં 25 નવેમ્બરે વિધાનસભાની ચૂંટમી પુરી થઇ હતી અને 74.05 ટકા મતદાન થયુ હતું. રાજસ્થાનમાં 1998થી એક એવી પેટર્ન રહી છે કે દર 5 વર્ષે સરકાર બદલાઇ જાય. એક વાર ભાજપ રાજ કરે તો બીજા 5 વર્ષ પછી કોંગ્રેસ. 2018થી અત્યાર સુધી રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હતી એટલે બધા રાહ જોઇ રહ્યા છે કે પરંપરા ચાલુ રહેશે કે તુટશે. કોંગ્રેસ આ ટ્રેન્ડ તોડી શકશે? એ બધી વાત તો જ્યારે 3 ડિસેમ્બરે મતદાન પેટી ખુલશે ત્યારે ખબર પડશે.

ધ ક્વીન્ટે એક એનાલિસીસ કર્યું છે, જેમાં વર્ષ 2008, 2013 અને 2018ના ચૂંટણી પરિણામોને આધારે 3 શ્રેણીઓમાં વહેંચ્યું છે. આ એનાલિસીસમાં 2008થી વોટિંગ પેટર્ન કેવી રીતે બદલાયું છે તેનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

  • સત્તા વિરોધી લહેર- રાજસ્થાનની 200 વિધાનસભામાં 44 બેઠકો એવી છે જે છેલ્લી 3 ચૂંટણીમાં દરેક વખતે સત્તાઘારી પક્ષને સત્તામાંથી બહાર કરી છે.
  • ગઢ તરીકે ગણાતી બેઠકો- રાજસ્થાનમાં 33 બેઠકો એવી છે જે ભાજપ અથવા કોંગ્રેસની ગઢ માનવામાં આવે છે. મતલબ કે આ બેઠકો પર 3 ચૂંટણીથી દરેક વખતે ભાજપ અથવા કોંગ્રેસે જીત હાલંસ કરી છે. એમાં ભાજપ ઘણી આગળ છે. 33માંથી 28 બેઠકો ભાજપ જીતતી આવી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 5 બેઠકો પર હેટ્રીક મેળવેલી છે.
  • સ્વિંગ- રાજસ્થાન ચૂંટણીના સટીક આગાહી કરવામાં 123 સ્વિંગ બેઠકો છે જે મુશ્કેલી ઉભી કરી રહી છે. જ્યાં કોઇ સ્પષ્ટ પાર્ટીના મતદાર કે રૂખ જોવા નથી મળતા. દા.ત. બે ચૂંટણી વિસ્તારો, ઝાડોલ અને જહાજપુરે છેલ્લી 3 ચૂંટણીઓમાં આખી રૂખ પલટી ને મતદાન કર્યું છે. જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી તો ભાજપનો ઉમેદવાર ચૂંટાઇને આવે અને ભાજપ સત્તામાં આવે તો કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટાઇને આવી જાય.

રાજસ્થાનમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બાયપોલર હરીફાઈ છે, જેમાં કોઈ મોટો પ્રાદેશિક પડકાર નથી. આ 123માંથી, કોંગ્રેસ અને ભાજપે 63-63 બેઠકો જીતી છે, જ્યારે અપક્ષો અને ત્રીજા પક્ષોએ છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં 58 બેઠકો જીતી છે.

ભાજપ માટે 28 મજબુત સીટોની સાથે સાથે 44 સત્તા વિરોધી લહેર વાળી બેઠકોનો પ્રભાવ BJPને મોટી જીત તરફ લઇ જઇ શકે છે. તેમના વફાદાર મતવિસ્તારોના વિશાળ આધારનો અર્થ એ છે કે તેઓ માત્ર જીતતા નથી, તેઓ મોટાભાગે મોટા માર્જિનથી જીતે છે.

પરંતુ મોટી સંખ્યામાં સ્વિંગ બેઠકો અને દ્વિધ્રુવી હરીફાઈ સાથે, કોંગ્રેસ માત્ર પાંચ મજબૂત બેઠકો હોવા છતાં હજુ પણ સારી સ્થિતિમાં છે. લગભગ 142 બેઠકો પર, 2008 અને 2018 વચ્ચે કોઈ ત્રીજો પક્ષ કોઈ ચૂંટણી જીતી શક્યો નથી, જે રાજ્યમાં બે પક્ષોની હરીફાઈ સૂચવે છે.

કોઇ મજબુત ત્રીજા પક્ષનું ન હોવું , કોઇ પણ મોટી સત્તા વિરોધી લહેર ન હોવાનું એક કારણ હોય શકે છે, કારણકે મતદાર સત્તાધારી પાર્ટીથી અસંતુષ્ટ છે, પરંતુ તેની પાસે બીજા વિકલ્પ સિવાયનો કોઇ અન્ય વિકલ્પ હોતો નથી.

હરિયાણા અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા વધુ વસ્તીવાળા વિસ્તારોમાં અપક્ષ ઉમેદવારો અને ત્રીજા પક્ષો વધુ મજબૂત છે. તેનાથી વિપરિત ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદે આવેલા રાજ્યના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારોમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ સ્પર્ધા જોવા મળી રહી છે.

ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની પોતપોતાની મજબૂત બેઠકો પરના વોટ શેરમાં થોડો તફાવત છે. સત્તા વિરોધી લહેરની અસર આ બેઠકો પરની ચૂંટણીમાં વોટ શેર પર જોવા મળી શકે છે.

જીતનારી અને હારનારી પાર્ટી વચ્ચે વોટ શેરનું અંતર 19થી 22 ટકા આસપાસ રહે છે.ત્યાં સુધી કે જ્યારે કોઇ પાર્ટી સત્તામાં નથી આવી શકતી, ત્યારે પણ એ પાર્ટીનો વોટ શેર 10 ટકા કરતા વધારે હોય છે. એનો મતલબ સપ્ષ્ટ છે કે મતદાર આ બેઠકો પર પોતાની પાર્ટી માટે વફાદાર છે.

સત્તા વિરોધી લહેર દરમિયાન જીતનારી પાર્ટીની પાસે 10-12 ટકા વધારે વોટ હોય થે, જે મતદારોની વચ્ચે લગાતાર બદલાવની ઇચ્છાને દર્શાવે છે.

સ્વિંગ સીટો પર મતદારોના વર્તનમાં મોટો તફાવત છે. જ્યારે ભાજપે જીત હાસંલ કરી ત્યારે પાર્ટીએ 12 ટકા વોટ શેર સાથે કોંગ્રેસ કરતા વધુ સારું પ્રદર્શન કર્યું. આ બાંહેધરી આપે છે કે ભાજપ સ્વિંગ બેઠકો પર સ્વીપ કરે છે. તેની સરખામણીમાં કોંગ્રેસનો વોટ શેર થોડો વધારે છે. જે આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કરનો સંકેત આપે છે.

ત્રીજા પક્ષો પણ સ્વિંગ બેઠકો પર સખત સ્પર્ધામાં જોવા મળી રહ્યા છે. આ એક સંકેત છે કે ભાજપ સ્વિંગ બેઠકો પર વધુ પ્રભાવ ધરાવે છે.

સત્તા વિરોધી લહેર વાળી બેઠકોની સાથે, આ સ્વિંગ બેઠકોનું ભાજપ તરફ મોટા વોટ શેર સાથે શિફ્ટ થવું રાજસ્થાનમાં સત્તા વિરોધી લહેરની પેટર્નને સ્પષ્ટ કરે છે. આ જ કારણ છે કે ભાજપ જીત મેળવતી વખતે કોંગ્રેસ કરતા વધારે માર્જિનથી જીત મેળવે છે.

આવા પ્રકારના આંકડા એવું દર્શાવે છે કે 3 ડિસેમ્બરના જાહેર થનારા પરિણામમાં ભાજપ જીત મેળવવા માટે સારી સ્થિતિમાં છે. જો કે, એ જોવાનું બાકી છે કે કોંગ્રેસ રાજસ્થાનમાં સત્તા વિરોધી પ્રવૃતિઓને બદલવા માટે તમામ મુશ્કેલીઓ પાર કરી શકે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp