ગુજરાત ભાજપનું પ્રમુખ પદ કોને મળશે? CM બદલાશે તો કોને તક મળશે?

PC: jansatta.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રમાં 9 તારીખે શપથ ગ્રહણ સમારોહ પુરી કરી દે પછી ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે. ભાજપ સંગઠન અને મંત્રી મંડળમાં ઉથલ પાથલ થઇ શકે છે. ગુજરાતના સંગઠનમાં 3 પ્રદેશ મહામંત્રીની જગ્યા ખાલી છે અને તેમના વગર જ આખી લોકસભા 2024ની ચૂંટણી લડાઇ ગઇ. હવે ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ પણ બદલાઇ શકે છે.

રાજકારણના જાણકારોના કહેવા મુજબ સી આર પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કોઇ પાટીદાર અથવા ક્ષત્રિય સમાજના નેતાને સ્થાન મળી શકે છે. મંત્રી મંડળમાં પણ ફેરફાર થશે, કારણ કે કોંગ્રેસના ઘણા બધા નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા છે અને તેમને મંત્રી પદ ઓફર કરવામાં આવ્યા હતા. આ વખતે જો મુખ્યમંત્રી બદલાશે તો દક્ષિણ ગુજરાતમાંથી ચાન્સ લાગી શકે છે.ભાજપ સત્તામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી કોઇ પણ મુખ્યમંત્રી બન્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp