સી આર પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે?

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલનો કાર્યકાળ તો જૂન 2023માં જ સમાપ્ત થઇ ગયો હતો, પરંતુ લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીલને પ્રદેશ પ્રમુખ તરીકે યથાવત રખાયા હતા. હવે જ્યારે પાટીલને કેબિનેટ કક્ષાના મંત્રી બનાવી દેવાયા છે ત્યારે તેમની ખાલી પડેલી જગ્યા પર કોણ પ્રદેશ પ્રમુખ બનશે તેની ચર્ચા ચાલી રહી છે.

ભાજપ હમેંશા જાતિ અને જ્ઞાતિના સમીકરણોને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે એ દ્રષ્ટ્રિએ જોતા કોઇ OBC ચહેરાંને ગુજરાના પ્રમુખ પદનું સ્થાન મળી શકે છે. OBC ચહેરામાં 2 નામ સામે આવી રહ્યા છે એક અમદાવાદના જગદીશ વિશ્વકર્મા અને સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી. પૂર્ણેશ મોદી રાહુલ ગાંધી સામે સુરતની કોર્ટમાં માનહાનિનો કેસ કરીને દેશભરમાં જાણીતા બન્યા હતા.

જો કે રાજકોટમાં રૂપાલાના નિવેદન પછી નારાજ થયેલા ક્ષત્રિય સમાજને સાચવવા માટે કોઇ ક્ષત્રિય નેતાને પણ પસંદ કરવામાં આવી શકે છે. જેમાં પ્રદીપ સિંહ જાડેજાનું નામ ચાલી રહ્યું છે અને બીજું નામ દેવું સિંહ ચૌહાણનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp