રાજસ્થાનમાં 200માંથી 119 બેઠકો એવી જેના મતદારો નક્કી કરે છે સત્તા કોની આવશે

PC: twitter.com

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી 25 નવેમ્બર 2023ના દિવસે થવાની છે અને 200 બેઠકો જીતવા માટે બધી પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. રાજસ્થાનમાં 200 બેઠકોમાંથી 81 બેઠકો એવી છે જેની પર ભાજપ કોંગ્રેસનો કબ્જો છે. 81માંથી 60 બેઠકો પર ભાજપને મહેનત કરવાની જરૂરત પડતી નથી તો 21 બેઠકો પર કોંગ્રેસનો કબ્જો છે. બાકીની 119 બેઠકો છે તેના મતદારો નક્કી કરે છે કે સત્તામાં કોણ આવશે? આ બેઠકના મતદારો ચહેરો, જાતિ અને ઉમેદવારની સક્રીયતાને જોઇને મત આપે છે. રાજસ્થાનમાં એવું છે કે જે બેઠકો પર ઉમેદવારો 2 કે તેનાથી વધારે જીત મેળવે તો એ પછી તેમની કાયમી બેઠક બની જાય છે.

રાજસ્થાનમાં કોઇ પણ એક પાર્ટીની 5 વર્ષ પછી પાછી સરકાર બનતી નથી. વર્ષ 2003માં ભાજપની સરકાર હતી, એ પછી 2008માં કોંગ્રેસ, એ પછી 2013માં ફરી ભાજપ અને 2018માં કોંગ્રેસ સત્તા પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp