સટ્ટા માટે દુનિયામાં બદનામ રાજસ્થાનના ફલૌદીના સટોડિયા કોની સરકાર બનાવે છે
દેશનું એક શહેર એવું છે જે સટ્ટાબજાર માટે દુનિયાભરમાં બદનામ છે અને સોલ્ટ સિટી તરીકે જાણીતું છે. રાજસ્થાનના જયપુર નજીક અને જોધપુર-જેસલમેર રેલવે લાઇન વચ્ચે આવેલું ફલોદી સટ્ટાબજારમાં કુખ્યાત છે. આ ટાઉનમાં 50,000ની વસ્તી છે અને તેમાંથી મોટાભાગના લોકો સટ્ટાના ધંધામાં છે.
એવું કહેવાય છે કે, 500 વર્ષ પહેલાંથી અહીંના લોકો સટ્ટાના ધંધામાં છે અને આ પરંપરા હજુ ચાલું જ છે. અહીંના લોકો નાની નાની વાતમાં સટ્ટો રમે છે, વરસાદ પડવા વિશે કે પાડાની લડાઇમાં પણ સટ્ટો ચાલે છે. આ વખતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોણ સરકાર બનાવશે તે વિશે ફલોદીના સટોડીયાએ અનુમાન આપ્યા છે.
તેમના કહેવા મુજબ રાજસ્થાનમાં કોંગ્રેસને 62થી 65 બેઠકો મળશે અને ભાજપને 122થી 125, જ્યારે અન્ય પક્ષોને 8થી 10 બેઠકો મળશે. મતલબ કે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવશે.મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને 114થી 116 અને ભાજપને 110થી 112 બેઠકો મળશે. મતલબ કે મધ્ય પ્રદેશમાં કાંટાની ટકકર છે, પરંતુ કોંગ્રેસનો હાથ ઉપર રહી શકે છે.
છત્તીસગઢમાં કોંગ્રસને 47થી 52 બેઠકો મળે અને ભાજપને 39થી 45 બેઠકો મળે. છત્તીસગઢમાં કોંગ્રેસનો હાથ ઉપર રહી શકે છે. ફલોદીના સટોડીયાઓએ 2024 લોકસભાની ચૂંટણીનું પણ અનુમાન કીધું છે. તેમના કહેવા મુજબ ભાજપ 350થી વધારે બેઠકો મેળવશે અને નરેન્દ્ર મોદી ફરી પ્રધાનમંત્રી બનશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp