પંજાબમાં ભાજપને મોટો ઝટકો, અકાલી દળ સાથે ગઠબંધન ન થઇ શક્યું

PC: indiatoday.in

લોકસભાની ચૂંટણી માટે પંજાબમાં ભાજપ અને અકાલી દળ વચ્ચે ગઠબંધનની ચાલી રહેલી ચર્ચા નિષ્ફળ નિવડી છે. બંને પાર્ટીઓ સમાધાન કરી શકી નથી. તેના કારણો એવા છે કે, પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે તાજેતરમાં બધી 13 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરતા ભાજપે પોતાની રણનીતિ બદલી છે.

 ઉપરાંત અન્ય કારણો એવા છે કે પંજાબની 13માંથી 6 બેઠકો પર ચૂંટણી લડવા માટે ભાજપે માંગ કરી હતી જે અકાલી દળે નકારી હતી. જ્યારે અકાલી દળ NDAના ગઠબંધન સાથે હતું ત્યારે અકાલી દળ 10 સીટ અને ભાજપ 3 સીટો પર ચૂંટણી લડ્યું હતું.

ભાજપનો આરોપ છે કે અકાલી દળ ખેડુત આંદોલન અને શીખ કેદીઓને મૂક્ત કરવા માટે દબાણ બનાવી રહ્યું હતું. ભાજપની પંજાબની જે લીડરશીપ હતી તે પણ ગઠબંધનના હીતમાં નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp