શું પાટીદારોને લીધે અલ્પેશ ઠાકોર હજુ ભાજપમાં નથી જોડાયા?

PC: GNS News.com

કોંગ્રેસ પાર્ટીમાંથી તાજેતરમાં જ રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોર હાલમાં કોઇ પાર્ટીમાં જોડાયા નથી. એવી વાત હતી કે, કોંગ્રેસમાંથી નીકળીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય જશે, પરંતુ હાલમાં તો આ અંગે ચર્ચા પણ નથી થઇ રહી. એવું કહેવાય છે કે, લોકસભા ચૂંટણી પૂરી ન થઇ જાય, ત્યાં સુધી તે ભારતીય જનતા પાર્ટીમાં શામેલ નહીં થાય. આનું સૌથી મોટું કારણ પાટીદાર સમાજ કહેવાય રહ્યો છે.

રિપોર્ટ મુજબ પાટીદાર સમાજ નારાજ ન થઈ જાય તે માટે અલ્પેશ ઠાકોર ભાજપમાં હજુ જોડાયા નથી. અલ્પેશ ઠાકોરે ઠાકોરે સેનાના નેતાઓ અને કાર્યકર્તાઓનું કોંગ્રેસ સન્માન નથી કરતું, તેમ કહીને કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.

કોંગ્રેસ પાર્ટી પણ અલ્પેશ ઠાકોર સામે કડક પગલા ભરવાની તૈયારીમાં છે. આ સિવાય કોંગ્રેસના બે અન્ય ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરત સિંહ ઠાકોર વિરુદ્ધ પણ પગલા ભરવામાં આવે તો નવાઇ નહીં. અલ્પેશે હજુ સુધી ભાજપમાં જોડાવવા અંગે કોઇ નિવેદન આપ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp