ગુજરાતના 24 સાંસદોને શિયાળામાં પણ પરસેવો કેમ વળી રહ્યો છે
હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શનમાં આવી ગયા છે.
તેનું કારણ એવું છે કે તાજેતરની 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 3 રાજ્યોમાં પ્રચંડ બહુમતી મેળવી અને તેમાં એક વાત ફરી સામે આવી કે ચૂંટણી માત્ર PM મોદીના ચહેરા પર જ જીતી શકાય છે.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં PM મોદીની ગેરટી કામ કરી ગઇ. હવે ગુજરાતના સાંસદોને એવો ડર પેસી ગયો છે કે અમિત શાહ અને સી આર પાટીલ સિવાય બાકીના 24 સાંસદોની ભાજપ ટિકીટ કાપીને નવા ચહેરાને સ્થાન આપી શકે છે.
ખાસ કરીને 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓ પર લટકતી તલવાર છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ભાજપે નીતિન પટેલ સહિતના અનેક સિનિયર નેતાઓને કહી દીધું હતું કે તમે જાતે જ જાહેર કરો કે અમે ચૂંટણી લડવાના નથી.
લોકસભામાં પણ આવું થઇ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp