ઉત્તર પ્રદેશમાં ભાજપનો રકાસ કેમ થયો? હાઇકમાન્ડને રિપોર્ટ મોકલવામાં આવ્યો
લોકસભા 2024ની ચૂંટણીમાં UPમાં ભાજપનો જે રકાસ થયો તેના કારણોનો એક રિપોર્ટ ભાજપ હાઇકમાન્ડને મોકલી આપવામાં આવ્યો છે. જેમાં 9 મુદ્દા લખવામા આવ્યા છે.
બે વખતથી વધારે વખત જીતેલા સાંસદોથી લોકો નારાજ હતા, યોગી સરકારે 36 સાંસદોની ટિકિટ કાપી નાંખવા અથવા બદલવા ભલામણ કરી હતી, જે નજર અંદાજ કરવામાં આવી હતી, બંધારણ બદલવાની અને અનામત રદ કરવાની વાતને લોકોને સમજાવવા વિપક્ષ સફળ રહ્યો, ભાજપના પાર્ટી અધિકારીઓ અને સાંસદ ઉમેદવારો વચ્ચે તાલમેલ નહોતો, કેટલાંક જિલ્લાઓમાં ધારાસભ્યોએ સપોર્ટ ન કર્યો, કોંગ્રેસની દર મહિને 8500 આપવાની ગેરંટી કામ કરી ગઇ, અપ્રિય સાંસદના વિસ્તારોમાં કાર્યકરો મત આપવા જ નિકળ્યા નહીં. કાર્યકરોને નજર અંદાજ કરાતા લોકોને મત આપવા પ્રેરિત કર્યા નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp