કોંગ્રેસને કેમ પિત્રોડા વગર ચાલતું નથી, ફરી ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા
કોંગ્રેસે ફરી એકવાર સેમ પિત્રોડાને કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા છે. લોકસભા 2024ની ચૂંટણી વખતે સેમ પિત્રોડાએ વિરાસત ટેક્સ અને રંગ ભેદની ટીપ્પણી કરી હતી, જેને કારણે ભારતમાં ભારે હોબાળો મચી ગયો હતો અને ભાજપે તેમના નિવેદનને જબરુ ચગાવ્યું હતું. તે વખતે સેમ પિત્રોડાએ રાજીનામું આપી દીધું હતું. હવે 50 દિવસ પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાજૂર્ન ખડગેએ તેમને ફરી એકવાર ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જાહેરાત કરી છે.
ત્યારે સવાલ એ છે કે સેમ પિત્રોડાની કોંગ્રેસને આટલી બધી જરૂર કેમ છે? સેમ પિત્રોડાને ભારતમા ટેલિકોમ ક્રાંતિના જનક કહેવામાં આવે છે. તેમનો જન્મ આમ તો ઓડિશોમાં થયો હતો, પરંતુ તેમનો પરિવાર ગુજરાત આવી ગયો હતો.
સેમ પિત્રોડાને ઇંદિરા ગાંધીએ પણ બોલાવ્યા હતા અને રાજીવ ગાંધીના મિત્ર હોવાને કારણે તેમણે ગણી મહત્ત્વની જવાબદારી સંભાળી હતી. હવે જ્યારે રાહુલ ગાંધી કોંગ્રેસનો ફેસ બની રહ્યા છે ત્યારે કોંગ્રેસને પિત્રોડાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp