રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો કોંગ્રેસ કેમ જીતી શકે તેમ નથી?
લોકસભા ચૂંટણી પછી રાજ્યસભામાં પણ નંબર ગેમ બદલાઇ ગયા છે.કેટલાંક રાજ્યસભા સાંસદોએ લોકસભા 2024ની ચૂંટણી જીતી છે,જેને કારણે તેમણે રાજ્યસભામાંથી રાજીનામું આપવું પડશે. કોંગ્રેસના આવા 2 સાંસદો છે. રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ કે સી વેણુગોપાલ અને હરિયાણાના રાજ્યસભા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા લોકસભા જીત્યા છે. પરંતુ આ બંને ખાલી પડેલી જગ્યા કોંગ્રેસ જીતે તેવું લાગતું નથી.
રાજસ્થાન વિધાનસભામાં કુલ 200 સભ્યો છે અને તેમાંથી ભાજપ પાસે 115 બેઠકો છે. એક બેઠક પર 101 વોટની જરૂર પડે, જેને કારણે ભાજપ આસાનીથી જીતી શકે. જ્યારે હરિયાણામાં કુલ 46 ધારાસભ્યો છે, જેમાંથી ભાજપ પાસે 41 ધારાસભ્યો છે અને અન્ય સાથે 43 બેઠકો છે. ભાજપનો દાવો છે કે અમારી પાસે જનનાયક જના પાર્ટીના 4 ધારાસભ્યોનું સમર્થન છે. એટલે અહીં પણ ભાજપ જીતશે. રાજ્યસભામાં ભાજપની કુલ 90 સીટ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp