ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર ભૂપત ભાયાણીએ વરાછામાંથી કેમ ભાગવું પડ્યું?
આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી વિધાનસભાની ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણીએ ગુરુવારે સુરતના વરાછા વિસ્તારમાંથી ભાગવાની નોબત ઉભી થઇ હતી.
જાણવા મળેલી વિગત મુજબ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી જીતેલા ભૂપત ભાયાણીએ તાજેતરમાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું.
ભૂપત ભાયાણી ગુરુવારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ચાલતા ચાલતા રચના સોસાયટી તરફ જઇ રહ્યા હતા.
તે વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ આ જ વિસ્તારમાં ટ્રાફીકની અવેરનેસ માટે બેનરો લઇને ઉભા હતા.
ભૂપત ભાયાણી જઇ રહ્યા છે એવી માહિતી મળતા AAP નેતાઓએ ભાયાણીને ઘેરી લીધા હતા અને તેમના પર સવાલોની ઝડી વરસાવી હતી.
AAP નેતાઓએ સવાલ કર્યા હતા કે તમે મતદારોને દગો કેમ આપ્યો? ભૂપત ભાયાણી કોઇ જવાબ આપી શક્યા નથી અને ભાગી છુટ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp