ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીના વખાણ કેમ કર્યા?

PC: deccanherald.com

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે હમેંશા આક્રમક નિવેદન કરનારા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ અચાનક રાહુલના વખાણ કરી દેતા રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવું તે શું થયું કે સ્મૃતિએ કોંગ્રેસ નેતાના વખાણ કરવા પડ્યા?

સ્મૃતિ ઇરાનીએ એક યુટ્યુબ પોડકાસ્ટમાં કહ્યું કે, રાહુલ ગાંધીના પોલિટિક્સમાં મોટો બદલાવ આવ્યો છે. હવે રાહુલ ગાંધી જ્યારે જાતિ વિશે વાત કરે છે તો સંભાળીને બોલે છે. સંસદમાં વ્હાઇટ ટી-ર્શટ પહેરીને આવે છે અને યુવાનોને મેસેજ આપવા માંગે છે. વિવાદ ઉભો કરીને ચર્ચામાં કેવી રીતે રહેવાય તે રાહુલને ખબર પડી ગઇ છે.

સ્મૃતિએ અચાનક રાહુલના વખાણ કર્યા તેના પાછળનું કારણ એ માનવામાં આવે છે કે, લોકસભા 2024 પછી જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સ્મૃતિ વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી ત્યારે રાહુલે કહ્યું હતું કે, હાર-જીત તો થયા કરે સ્મૃતિ કે કોઇ પણ નેતા સામે અપમાનજનક ટીપપ્ણી કરવી નહીં. આ વાતથી સ્મૃતિ પ્રભાવિત થયા હશે. બીજું કે છેલ્લાં કેટલાંક સમયથી સ્મૃતિને હાંસિયામાં ધકેલી દેવાયા છે એટલે તેઓ ચર્ચામાં રહેવા આવું નિવેદન આપ્યું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp