નીતિન ગડકરીએ હમણાં કેમ કહ્યું કે, મને વિપક્ષે PM પદની ઓફર કરેલી
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગપુરના એક કાર્યક્રમમાં કહ્યુ કે મને વિપક્ષના એક નેતાએ લોકસબા 2024ની ચૂંટણીમાં PM પદની ઓફર કરેલી. હવે સવાલ એ છે કે અત્યારે ગડકરીએ આ વાત શું કામ કરી?
જાણકારોના કહેવા મુજબ છેલ્લાં કેટલાંક સમયથી નીતિન ગડકરીને ભાજપમાં નજર અંદાજ કરવામાં આવી રહ્યા હતા. તેમને રાષ્ટ્રીય કાર્યકારીણીમાં પણ કોઇ હોદ્દો આપવામાં આવ્યો નહોતો. નીતિન ગડકરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિકલ્પ માનવામાં આવે છે. કદાચ ગડકરી એવો મેસેજ આપવા માગે છે કે રાજકારણમાં હજુ પણ તેમનું વજન છે એટલે વિરોધ પક્ષ પણ તેમને પ્રધાનમંત્રી પદ ઓફર કરી રહ્યું છે.
ગડકરીએ નાગપુરમાં કહ્યું કે, મેં એ વિપક્ષ નેતાને કહી દીધું હતું કે, હું એક વિચારધારા દ્રઢ વિશ્વાસનું પાલન કરનારો માણસ છું. પાર્ટીએ મને એટલું આપ્યું છે જેના વિશે મેં ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp