નીતિન ગડકરીએ એવું કેમ કહ્યું કે રાજા એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી શકે
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી છેલ્લાં કેટલાંક સમયથી એવા નિવેદન કરી રહ્યા છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી જાય. તેમણે પુણેમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, રાજા (શાસક) એવો હોવો જોઇએ જે ટીકા સહન કરી છે અને તેના પર આત્મચિંતન પણ કરી શકે. આપણાં દેશમાં મતભેદ કોઇ સમસ્યા નથી, પરંતુ સમસ્યા એ છે કે કોઇ પોતાનો અભિપ્રાય આપતું નથી. આપણે હવે અવસરવાદી બની ચૂક્યા છે.
રાજકારણના જાણકારોનું માનવું છે કે ગડકરીનું આ નિશાન પ્રધાનમંત્રી મોદી સામે હોય શકે છે. પ્રધાનમંત્રી મોદીની આલોચના કરનારા કેટલાંક અખબારો જેમ કે દૈનિક ભાસ્કર, વાયર, પ્રિન્ટ વગેરે પર દરોડા પડ્યા હતા. તો એનડીટીવી પત્રકાર રવિશ કુમારે નોકરી છોડવાનો વારો આવ્યો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp