PM નરેન્દ્ર મોદીએ સ્ટેજ પર CM યોગીનો હાથ કેમ પકડી લીધો હતો?

PC: amarujala.com

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલીવાર ઉત્તર પ્રદેશના પીલીભીત બેઠક પરથી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા ત્યારે સ્ટેજ પર બનેલા એક દ્રશ્યની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે મંચ પર બોલવા માટે ઉભા થયા ત્યારે PM મોદીની પાછળના ભાગેથી જઇ રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનો હાથ પકડ્યો અને પછી આગળના ભાગેથી જવા માટે ઇશારો કર્યો હતો.

રાજકારણમાં એવી ચર્ચા રહે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે અણબનાવ છે. આ પહેલાં એક વખત એવું બન્યું હતું કે પ્રધાનમંત્રી કારમાં જતા હતા અને CM યોગી ચાલતા જતા હતા છતા યોગીને કારમાં બેસાડવામાં નહોતા આવ્યા.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યોગીના ખભા પર હાથ મુકીને વાત કરતા હોય તેવી પણ એક તસ્વીર વાયરલ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp