કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યુ-પ્રિયંકા ગાંધીને ચૂંટણીમાં ન ઉતારવાનો નિર્ણય કોણે લીધો

PC: bbc.com

આ વખત કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તેવી ચર્ચા ખૂબ તેજ હતી. માનવામાં આવી રહ્યું હતું કે આ વખત પ્રિયંકા ગાંધી પોતાના રાજનીતિક જીવનમાં પહેલી ચૂંટણી લડી શકે છે. જો કે આ વખત પણ આ બધા અનુમાન ખોટા સાબિત થયા અને રાયબરેલીથી પહેલી રાહુલ ગાંધીએ નામાંકન દાખલ કર્યું. તો અમેઠી લોકસભા સીટથી પણ પ્રિયંકાને અવસર ન મળ્યો અને ત્યાં કોંગ્રેસે કિશોરી લાલ શર્મા તરીકે જૂના વફાદારને ચાંસ આપ્યો છે.

બંને જ સીટો પર મતદાન થઈ ચૂક્યું છે, પરંતુ અત્યાર સુધી લોકોના મનમાં એ સવાલ છે કે અંતે પ્રિયંકા ગાંધીને ચૂંટણીમાં ન ઉતારવાના નિર્ણય કોનો હતો. તેના પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ નિર્ણય સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકાનો હતો. સોનિયા ગાંધી 30 વર્ષોથી રાજનીતિમાં છે અને તેઓ સારી રીતે જાણે છે કે કોણે ક્યાંથી ચૂંટણી લડવી જોઈએ.

ખરગેએ કહ્યું કે, પ્રિયંકા ગાંધી અમારા સ્ટાર કેમ્પેનર પણ છે. રાહુલ ગાંધી સાથે તેઓ પણ પ્રચારમાં લાગ્યા છે. સોનિયાજીનું સ્વાસ્થ્ય સારું નથી. એવામાં તેમની ડિમાન્ડ છે અને હજારો લોકો તેમને સાંભળવા પહોંચે છે. રાહુલ અને પ્રિયંકા બંને જ અમારા નેતા છે. જો અમે બંનેને એક જગ્યાએ લગાવી દઇશું તો પછી બીજી જગ્યાએ શું થશે. તેમણે તો બધાને મદદ કરવાની છે. અમે તેમના કોઈ પણ નિર્ણયનું સ્વગત કરીએ છીએ.

તેમણે કહ્યું કે, ઘણા અન્ય મોટા નેતાઓએ ચૂંટણી ન લડી. એવું એટલે કેમ કે ઘણા લોકો તો વિધાનસભાની ચૂંટણીમાં ઉતરી ચૂક્યા હતા. એ સિવાય તેમની રાજનીતિ હતી કે પોતાની જગ્યાએ કોઈ બીજાને અવસર આપે. અમારી ઈચ્છા તો એવી હતી કે વરિષ્ઠ નેતા આખા દેશમાં પાર્ટી માટે પ્રચાર કરે. અમે બધાને ચૂંટણી લડવા નહીં કહી શકીએ. અમે એ લોકોને મજબૂર કરી રહ્યા છીએ, જેઓ ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ અમારા માટે તેઓ પણ મહત્ત્વના છે, જે પાર્ટીની રાજનીતિ તૈયાર કરી રહ્યા છે. ખરગેએ કહ્યું કે, ભાજપ તો આજે દેશમાં બધી સંસ્થાઓને કચડી રહી છે. એવી સ્થિતિમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી માટે આ ચૂંટણી મહત્ત્વની છે.

આ દરમિયાન ખરગેએ કોંગ્રેસ દ્વારા માત્ર 328 સીટો પર ચૂંટણી લડવા પર પણ વાત કરી. તેમણે કહ્યું કે, અમે એવી રણનીતિ હેઠળ કર્યું છે કેમ કે સાથી પાર્ટીઓ સાથે સીટ શેર કરતી હતી. એટલું જ નહીં ખરગેએ કહ્યું કે, અમે 2004ની જેમ જ ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન પદ પર નિર્ણય લઈશું. અમે વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીની જેમ જ ચોંકાવી દઇશું. ત્યારે પણ ચર્ચા હતી કે અટલ બિહારી વાજપેયીની સરકારી પાછી આવી શકે છે, પરંતુ પરિણામોએ ચોંકાવી દીધા. અમે પોતાના સાથીઓ માટે સમજૂતી કરી અને પોતાના ઇતિહાસમાં સૌથી ઓછી સીટો પર લડવાનો નિર્ણય લીધો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp