રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક કેમ છોડી દીધી? રાયબરેલી સાચવી રાખી
છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલતા મનોમંથનનો આખરે નિર્ણય આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે. એબીપી ન્યૂઝના એક રિપોર્ટ મુજબ રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવી કે રાયબરેલી બેઠક છોડવી તેના વિશે ઘણા દિવસોથી મનોમંથન ચાલી રહ્યું હતું. આખરે રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડી દીધી છે અને રાયબરેલીની બેઠક જાળવી રાખી છે.
કોંગ્રેસનું દક્ષિણમાં વર્ચસ્વ સારું છે, પરંતુ હિંદી બેલ્ટમાં વર્ચસ્વ નહોતું. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બંને બેઠકો જીત્યા હતા. જો રાયબરેલીની બેઠક છોડી દે તો ઉત્તર પ્રદેશના લોકોમાં ખોટો મેસેજ જાય તેમ હતો અને 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડી શકે તેમ હતો.
બીજી તરફ વાયનાડના મતદારો કોંગ્રેસના કમિટેડ વોટર્સ છે. રાહુલ ગાંધીની ખાલી પડેલી બેઠક પર જ્યારે પેટા ચૂંટણી થાય ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાને ઉતારીને એ બેઠક જીતવાની કોંગ્રેસની યોજના છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp