રાહુલ ગાંધીએ ભારત ન્યાય યાત્રા શરૂ કરવાની જરૂર કેમ પડી?

કોંગ્રેસે 27 ડિસેમ્બરે જાહેરાત કરી હતી કે, રાહુલ ગાંધી ફરી એક વખત યાત્રા કરશે અને આ વખતની યાત્રાનું નામ ભારત ન્યાય યાત્રા રાખવામાં આવ્યું છે. રાહુલ ગાંધી 14 જાન્યુઆરી 2024થી મણિપુરથી યાત્રા શરૂ કરશે અને 20 માર્ચ 2024ના દિવસે મુંબઇમાં યાત્રા પુરી થશે.

હવે રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઇ છે કે લોકસભાની ચૂંટણી હવે નજીકના દિવસોમાં છે ત્યારે રાહુલ ગાંધીની યાત્રા કેમ શરૂ કરવામાં આવી છે?

જાણકારોના કહેવા મુજબ જ્યારે ભાજપ રામ મંદિરના મુદ્દાને દેશભરમાં પ્રચાર કરી રહ્યું છે ત્યારે ન્યાય યાત્રા કાઢીને કોંગ્રેસ એવી કોશિશ કરી રહ્યું કે લોકો એકલા રામ મંદિરના મુદ્દા તરફ ધ્યાન ન આપે.

રાહુલ ગાંધી દેશના લોકોને ખેડુતના પ્રશ્નો, અદાણી, મણિપુર હિંસા મહિલા પહેલવાનોના મુદ્દા પર લોકોનું ધ્યાન ખેંચશે.

કોંગ્રેસનું કહેવું છે કે દેશની નેશનલ મીડિયા કોંગ્રેસના કામોને બતાવતી નથી એવા સંજોગોમાં લોકો સુધી વાત પહોંચાડવા માટે કોંગ્રેસ પાસે યાત્રા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp