હું CM પદની રેસમાં નથી, એવું શિવરાજ સિંહે ચૌહાણે વીડિયો બનાવીને કેમ કહ્યું?

PC: facebook.com/ChouhanShivraj

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડનાર ભાજપે 163 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો છે. ખુદ ભાજપને પણ આટલી બેઠકો મળવાની અપેક્ષા નહોતી. ચૂંટણી પરિણામો બાદ મધ્યપ્રદેશમાં આગામી મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ છે. ઘણા મોટા નામોની ચર્ચા થઈ રહી છે. એવા સમયે શિવરાજ સિંહ ચૌહાણે એક વીડિયો જારીને કહ્યું છે કે, હું મુખ્યમંત્રી પદનો દાવેદાર પહેલાં પણ નહોતો અને હવે પણ નથી. મતલબ કે હું CM પદ માટેની રેસમાં નથી.

શિવરાજના આ નિવેદનથી રાજકારણ ગરમાયું છે, કારણકે તેના અનેક તર્ક વિતર્કો નિકળી રહ્યા છે. શું ગુજરાતમાં જે પ્રમાણે સિનિયર નેતાઓને પાર્ટી હાઇકમાન્ડે કહી દીધુ હતું કે, તેઓ પોતે જાહેરાત કરે કે અમે વિધાનસભાની ચૂંટણી લડવાના નથી. બીજો તર્ક એ આપવમાં આવી રહ્યો છે કે શું શિવરાજ પોતાની વિનમ્રતા દાખવીને ઇમોશનલ કાર્ડ રમી રહ્યા છે?

મધ્ય પ્રદેશમાં ચૂંટણી પરિણામો બાદ મધ્યપ્રદેશમાં આગામી મુખ્યમંત્રીના નામ પર મંથન શરૂ થઈ ગયું છે. દિલ્હીમાં બેઠકોનો દોર ચાલુ છે. ઘણા મોટા નામોની ચર્ચા થઈ રહી છે. મંગળવારે સવારે શિવરાજને ફરીથી મુખ્યમંત્રી બનાવવાના સમાચાર આવે છે, પરંતુ બપોરે શિવરાજ સિંહ ચૌહાણે નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, હું કાલે છિંદવાડા જઈશ. હવે મારે લોકસભાની તૈયારીઓ શરૂ કરવાની છે. અમે છિંદવાડાની તમામ સાત બેઠકો હારી ગયા છે. હવે મારે ત્યાંના કાર્યકરો સાથે વાત કરવી છે. મધ્ય પ્રદેશની લોકસભાની 29 બેઠકો જીતીને PM મોદીને આપવાની છે. અગાઉ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે, ન તો હું પહેલા CM પદનો દાવેદાર હતો અને ન હવે છું. હું માત્ર પાર્ટીનો કાર્યકર છું અને પાર્ટી મને જે પણ પદ કે જવાબદારી આપશે, હું તેને નિભાવીશ, PM મોદી અમારા નેતા છે.

મધ્ય પ્રદેશમાં આજે પણ મુખ્યમંત્રીના દાવેદારમાં શિવરાજ સિંહ ચૌહાણનું નામ જ મોખરે છે, પરંતુ એ સિવાય કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, ભાજપના મધ્ય પ્રદેશ પ્રમુખ વી ડી શર્મા, કૈલાસ વિજય વર્ગીય, ગોપાલ ભાર્ગવ સહિતના નામો ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp