સોનિયા ગાંધીએ રાજસ્થાનથી કેમ રાજ્યસભા સાંસદનું ફોર્મ ભર્યું?

PC: ndtv.com

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ એક મોટો રાજકીય નિર્ણય લીધો છે અને તેમણે લોકસભાની સીટ છોડીને રાજ્યસભામાં જવાનું પસંદ કર્યું છે. ત્યારે સવાલ એ છે કે તેમણે લોકસભા કેમ છોડી? અને રાજસ્થાનથી રાજ્યસભા સાંસદ બનવાનું કેમ નક્કી કર્યું?

ચૂંટણી પંચે 15 રાજ્યોની 56 રાજ્યસભાની ખાલી પડનારી બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી કરવાની જાહેરાત કરી છે અને ઉમેદવાર 15 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરી શકે. બુધવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ જયપુરથી રાજ્યસભા સાંસદનું ફોર્મ ભર્યું.

સોનિયા ગાંધી 1999થી ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠકથી લોકસભા સાંસદ રહ્યા છે. તેમણે 2019માં જ જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા હશે. રાજકારણના જાણકારોનું કહેવું છે કે, સોનિયા ગાંધીએ આ સીટ પ્રિયંકા ગાંધી વાડ્રા માટે છોડી દીધી છે. આ પહેલાં અમેઠીની બેઠક પણ તેમણે રાહુલ ગાંધી માટે છોડી દીધી હતી. રાજસ્થાનથી ફોર્મ ભરવા પાછળનું કારણ એવું છે કે અત્યાર સુધી કોંગ્રેસ માટે દક્ષિણ ગઢ રહ્યો છે. પરંતુ હિંદી બેલ્ટમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. કોંગ્રેસ એવો મેસેજ આપવા માંગે છે કે હજુ તેમણે હિંદી બેલ્ટ છોડ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp