CMએ કેમ કહ્યું કે, રાહુલને મુસ્લિમ વસ્તી નિયંત્રણમાં લાવવા એમ્બેસેડર બનાવો?

PC: khabarchhe.com

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 2041 સુધીમાં આસામ મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય બની જશે.આસામમાં દર 10 વર્ષે 30 ટકાના દરે મુસ્લિમનો વસ્તી વધી રહી છે, જ્યારે હિંદુઓની વસ્તી દર 10 વર્ષે 16 ટકાના દરે વધે છે.

 હિંમતા બિસ્વા સરમાએ કહ્યું કે, મુસલમાનોની વસ્તી રોકવામાં કોંગ્રેસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. જો રાહુલ ગાંધીને વસ્તી નિયંત્રણ ના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવે તો મુસ્લિમ વસ્તી પર અંકુશ આવી શકે છે,કારણકે મુસલમાનો માત્ર રાહુલ ગાંધીની જ વાત સાંભળે છે. મુસ્લિમ નેતાઓના પોતાના બે-બે બાળકો હોવા છતા તેઓ ગામડાના મુસલમાનોને વસ્તી નિયંત્રણ માટે સમજાવતા નથી. આસામ સરકાર મુસ્લિમ વસ્તી નિયંત્રણ પર કામ કરી રહી છે એમ મુખ્યમંત્રીએ કહ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp