મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને બમ્પર બેઠકો કેમ મળી?
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના ચોંકાવનારા પરિણામો આવ્યા. ભાજપ, શિંદે શિવસેના અને અજિત પવાર NCPના મહાયુતી ગઠબંધને મહાવિકાસ અઘાડી પર રીતસરનું બુલડોઝર ફેરવી દીધું. 288 બેઠકોમાંથી 233 બેઠકો પર મહાયુતીની જીત થઇ, મહાવિકાસ અઘાડી કે જેમાં કોંગ્રેસ, ઉદ્ધવ શિવસેના અને શરદ પવાર NCP સામેલ છે તેમને માત્ર 49 બેઠકો જ મળી અને અન્યને 6 બેઠકો મળી.
મહારાષ્ટ્રમાં મા મહાયુતિને બમ્પર જીત મળી તેની પાછળના કારણો એવા છે કે લાડલી બહેના યોજનામાં રકમ વધારવાનું વચન આપેલું, રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ગ્રાઉન્ડ લેવલે ઉતર્યું હતું, મહા વિકાસ અઘાડી લોકોને સમજાવવામાં નિષ્ફળ રહી અને ભાજપે મરાઠા ઉપરાંત નાના નાની જાતિને પણ સાધી હતી, ઉપરાંત છેલ્લી ઘડીએ થયેલા ભારે મતદાનનો પણ ભાજપને ફાયદો થયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp