પ્રિયંકા ગાંધી ચૂંટણી કેમ ન લડ્યા? કોંગ્રેસ નેતા જયરામ રમેશે ચોખવટ કરી

PC: ndtv.com

ઉત્તર પ્રદેશની બે બેઠકો રાયબરેલી અને અમેઠી હમેંશા ચર્ચાં રહે છે. આ બંને બેઠકો પર ગાંધી પરિવારનું મહત્ત્વ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં બધાને એવી ધારણાં હતી કે સોનિયા ગાંધીએ રાયબરેલીની બેઠક પરથ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યા પછી કોંગ્રેસ પ્રિયંકાને રાયબરેલીથી મેદાનમાં ઉતારશે.

જો કે કોંગ્રેસ રાયબરેલીથી પ્રિયંકા ગાંધી વાડ્રાને બદલે રાહુલ ગાંધીને ટિકિટ આપી છે. હવે કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં ચોખવટ કરી છે કે શા માટે પ્રિયંકાને ટિકિટ આપવામાં ન આવી.

જયરામ રમેશે કહ્યું કે, પ્રિયંકા ગાંધી વાડ્રા અત્યારે કોંગ્રેસના નેશનલ લેવલના સ્ટાર પ્રચારક છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને PM મોદીને તેમની ભાષામાં જવાબ આપી શકે છે.જો તેમને ચૂંટણીમાં ઉતારવામાં આવતે તેઓ પોતાના મત વિસ્તારમાં વ્યસ્ત થઇ જતે અને કોંગ્રેસના ચૂંટણી પ્રચારને અસર પડતે. એટલે પ્રિયંકાને ટિકિટ આપવામાં ન આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp