વડનગરને નવો જિલ્લો બનાવવાનો કેમ વિરોધ કરે છે MLA જિંગ્નેશ મેવાણી?
હજુ તો ગુજરાત સરકારે નવા જિલ્લા બનાવવાની કોઇ સત્તાવાર જાહેરાત કરી નથી, એ પહેલા કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને આંદોલનની ચીમકી આપી દીધી છે.
જિગ્નેશ મેવાણીએ કહ્યું કે, જો બનાસકાંઠામાંથી વડગામને તોડીને વડનગરમાં સામેલ કરવામાં આવશે તો આંદોલન કરવામાં આવશે. સરકાર કોઈ પણ આવુ મુર્ખતાભર્યૂ પગલું લેશે તો જનઆંદોલનનનો સામનો કરવો પડશે.
વડનગર અત્યારે મહેસાણા જિલ્લાનો ભાગ છે. એવી ચર્ચા છે કે સરકાર મહેસાણાનો કેટલોક વિસ્તાર અને બનાસકાંઠાનો કેટલોક વિસ્તાર તોડીને નવો વડનગર જિલ્લો બનાવવા માંગે છે.
વડનગર એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જન્મ સ્થાન છે અને ભારતીય પુરાતત્વ વિભાગને અહીંથી ઐતિહાસિક નગરી મળ્યા પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર વડનગરને એક નવી ઓળખ આપવા માંગે છે.
જિગ્નેશ મેવાણીને વડગામની વોટ બેંક તુટી જવાનો ડર છે એટલે આંદોલનની ચીમકી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp