હાર્દિક પટેલે કેમ એકાએક ઉપવાસ સમેટી લીધા, જાણો રહસ્ય

PC: twitter.com/hardikpatel_

હાર્દિક પટેલે એકાએક પારણાં કરવાનું કેમ નક્કી કર્યું તેની વાત હરિયાણા અને દિલ્હીના નેતાઓ વચ્ચે છૂપાયેલી છે. આમ તો હરિયાણાના પૂર્વ મુખ્યપ્રધાન હુડા હાર્દિક પાસે આવવાના હતા. પણ હરિયાણાના સમલખા વિસ્તારના 57 વર્ષના સાંસદ ધરમસિંહ છોકર હાર્દિકની તબિયતના ખબર જાણવા માટે આવી આવ્યા હોવાથી કોંગ્રેસના એક નેતાને હાર્દિકના આ વર્તનથી તેની સામે વાંધો પડ્યો હતો. કારણ કે છોકરને હાર્દિકના રાજકોટના એક હોદ્દેદારે ફોન કરીને અમદાવાદ આવવા માટે આમંત્રણ આપ્યું હતું. 11 સપ્ટેમ્બર 2018ના દિવસે છોકર પોતે હાર્દિકને મળવા માટે આવ્યા હતા. જો કે ધરમસિંહ છોકર કેમ હાર્દિકને મળવા માટે ગયા હતા તે દિલ્હી કોંગ્રેસ માટે તે જ દિવસે મોટો પ્રશ્ન બની ગયો હતો. કારણ કે તેને અને કોંગ્રેસના એક ટોચના નેતા સાથે સારા સંબંધો નથી. છોકર સાથે હાર્દિકે ફોટા પડાવ્યા હતા અને પોતાની ફેસબૂક પર પ્રસિદ્ધ કર્યા હતા. પણ છોકર અંગે વિવાદ ઊભો થતાં તેમણે તે ફોટોગ્રાફ્સ ફેસબૂક પરથી દૂર કરી દેવા પડ્યા હતા.

હાર્દિકની ફેસબૂક પરથી ફોટો કેમ ડિલીટ થયા

ધરમસિંહને દિલ્હીના એક નેતાએ હાર્દિકને મોટીવેટ કરવાની જવાબદારી સોંપી હતી. તે સીધા હાર્દિક પાસે કેમ પહોંચી ગયા તે એક મોટો સવાલ દિલ્હી કોંગ્રેસ માટે ઊભો થયો હતો. આ બાબતમાં હાર્દિક પટેલ બરાબર નથી કરી રહ્યો એવું દિલ્હીના કોંગ્રેસના મોવડીને લાગ્યું હતું. તેમણે હાર્દિકની મુલાકાત લીધી અને તેના ફોટો પણ અપલોડ કરી દીધા હતા. આ વાતની દિલ્હી કોંગ્રેસમાં ખબર પડતાં હાર્દિકના આ પગલાંનો વિરોધ થયો હતો અને 2019મા લોકસભાની ચૂંટણીમાં હાર્દિકને મોટી જવાબદારી સોંપવાની હતી, તેમાં પીછેહઠ થઈ શકે છે એવું લાગતાં હાર્દિક પટેલે પોતાની રાજકીય ભૂલ સુધારી લીધી હતી. હાર્દિક માટે મોટો સ્કોપ ઊભો થયો હતો તે આ એક ભૂલના કારણે અવકાશ પૂરો થઈ શકે તેમ હતો. અશોક તંવરને છોકર અને હાર્દિક વચ્ચેના સંબંધો મંજૂર ન હતા. દિલ્હી કોંગ્રેસમાં આ વિવાદ ઊભો થતાં હાર્દિકે ફોન પર રાતના 11 તારીખે વાત કરી અને પછી તુરંત તેમણે ઉપવાસ સમેટી લેવાનું નક્કી કર્યું હતું. હાર્દિક હવે રાજકીય રીતે પરીપક્વ થયો છે, તેથી ભાજપ અને 6 પાટીદાર સંસ્થાઓને લોલીપોપ આપી હતી. જે આ બંને મમળાવી રહ્યા છે, પણ હાર્દિકે એ બધાનો સારી રીતે ઉપયોગ કરી લીધો હતો.

(દિલીપ પટેલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp