ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીમાં મોડું કેમ કરી રહી છે?

PC: hindustantimes.com

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને કેબિનેટ મંત્રી બનાવવાને કારણે તેમનું પદ ખાલી છે અને આમ પમ 30 જૂન 2024ના દિવસે નડ્ડાનો કાર્યકાળ પુરો થઇ ગયો હતો. ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે આખરે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી માટે મોડું કેમ કરી રહી છે?

જાણવા મળેલી માહિતી મુજબ હજુ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી જે પી નડ્ડા પાસે જ છે. આ વર્ષમાં 4 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. મહારાષ્ટ્ર, હરિયાણા, ઝારખંડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર. લોકસભા 2024માં ભાજપનું પરફોર્મન્સ ખાસ્સું ખરાબ રહ્યું છે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં. ભાજપ અત્યારે જે પી નડ્ડાને જ ચૂંટણી સુધી યથાવત રાખવા માંગે છે. નવા અધ્યક્ષને સેટ થવામાં થોડા મહિના લાગી શકે જે ભાજપને પોષાય તેમ નથી. કોઇ કાર્યકારી અધ્યક્ષની ભાજપ નિમણુંક કરી શકે, જેની કમાન્ડ નડ્ડા પાસે હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp