Video: ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા નવા જૂની કરવાના મૂડમાં છે
એક તરફ ભાજપ ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં તોડફોડ કરવામાં વ્યસ્ત છે ત્યારે જાણવા મળ્યું છે કે ભાજપના પૂર્વ મંત્રી અને માણાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપથી નારાજ થયા છે અને ઘણા સમયથી પાર્ટીના કાર્યક્રમોમાં જવાનું બંધ કરી દીધું છે.
સૌરાષ્ટ્રના માણાવદરથી સતત વિધાનસભાની ચૂંટણી જીતતા આવેલા જવાહર ચાવડા વર્ષ 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. જ્યારે ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર હતી ત્યારે જવાહર ચાવડાને પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ 2022 આવતા પહેલા ભાજપે વિજય રૂપાણી સરકારને હટાવી દીધી હતી અને મંત્રીઓને નો રિપીટેશનના નામે ઘર ભેગા કરી દીધા હતા.
જો કે જવાહર ચાવડાની નારાજગી એ વાતથી છે કે જ્યારે ભાજપે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં માણાવદરથ ટિકિટ આપી ત્યારે સ્થાનિક અસંતુષ્ટ નેતાઓએ જવાહર ચાવડાને હરાવી દીધા હતા. ચાવડા 3500 વોટથી ચૂંટણી હારી ગયા હતા.
આ બાબતે જવાહર ચાવડાએ વિગતવાર પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રજૂઆત કરી હતી. પરંતુ પાટીલે આજ સુધી કોઇ પણ અસંતુષ્ટો સામે પગલાં નહીં લેતા જવાહર ચાવડા નારાજ થયા છે અને નવા જૂની કરવાના મૂડમાં હોવાનું જાણકારો કહી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp