ઈન્દિરા ગાંધીને માતા કહેનારા કમલનાથ કેમ કોંગ્રેસ છોડી રહ્યા છે?

PC: herzindagi.com

દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ, ઇંદિરા ગાંધી જેમને ત્રીજો દીકરો ગણતા એવા કમલનાથ કોંગ્રેસ છોડીને ભાજપમાં કેમ જવા માંગે છે? શનિવારથી રાજકારણ ગરમાયું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તેમના પુત્ર નકુલનાથ સાથે ભાજપમાં જોડાવવા જઇ રહ્યા છે. કમલનાથે હજુ સુધી આ વાતનો ઇન્કાર પણ નથી કર્યો. જાણકારો માની રહ્યા છે કે રવિવારે સાંજે કમલનાથ ભાજપમાં જોડાઇ શકે છે.

કમલનાથ ભાજપમાં જોડાઇ શકે તેના 5 કારણો છે. એક કારણ એ છે કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં હારની જવાબદારી કોંગ્રેસે કમલનાથ પર નાંખી દીધી હતી, તેમને જ હાર માટે જવાબદાર ગણી લેવામાં આવ્યા હતા. બીજું કારણ એ છે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની હાર પછી તરત જ કમલનાથને મધ્ય પ્રદેશના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા. ત્રીજું કારણ એ છે કે, કમલનાથને દિલ્હી આવવું હતું, પરંતુ કોંગ્રેસે તેમની વાત માની નહીં. ચોથું કારણ એ છે કે કમલનાથને રાજ્યસભાના ઉમેદવાર ન બનાવાયા અને પાંચમું કારણ એ છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ અને કમલનાથ વચ્ચે ખટરાગ ઉભો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp